કોઈપણ મહિલાઓ માટે માં બનવું સૌથી સુંદર અનુભવ હોય છે. માં બનતા જ મહિલાના નવા જીવનની શરૂઆત થતી હોય છે. દરેક બાળક માટે પોતાની માં નું દૂધ ખુબ મહત્વપૂર્ણ હોય છે.

એક નવજાત બાળક માટે માં નું દૂધ અમૃત સમાન માનવામાં આવે છે. જો કે ઘણી મહિલાઓ માટે બાળકને સ્તનપાન કરાવવું ખુબ મુશ્કેલ હોય છે કેમ કે અમુક મહિલાઓમાં દૂધ પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન નથી થતું. આવી પરિસ્થિતિમાં મહિલાઓને બજારમાંથી ખરીદેલું દૂધ બાળકને આપવું પડે છે.

જો કે માતાઓ માટે બાળકને સ્તનપાન કરાવવું કોઈ ચુનૌતીથી ઓછું નથી. અમુક કેસમાં મહિલાઓને માં બન્યા પછી જરૂર કરતા વધારે જ દૂધ ઉત્પન્ન થતું હોય છે, જેને લીધે પણ મહિલાઓને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી જ એક સમસ્યા અમેરિકાના કેલિફોર્નિયાની રહેનારી મહિલા તાબિથા ફ્રોસ્ટની પણ છે, જેને જરૂર કરતા વધારે જ સ્તનમાંથી દૂધ ઉત્પન્ન થાય છે. જેને લીધે તાબિથા વધારાનું દૂધ દાન સ્વરૂપે આપે છે.

ત્રણ બાળકોની માં તાબિથાને જરૂર કરતા વધારે દૂધ ઉત્પન્ન થવું ખુબ મોટી સમસ્યા બની ગઈ હતી. પોતાના બાળકોને પૂરતી માત્રામાં દૂધ પીવડાવ્યા પછી પણ તાબિથા 470 લીટર જેટલું પોતાનું જ દૂધ દાન કરી ચુકી છે.

મળેલી જાણકારીના આધારે તાબિથાના સ્તનમાં રોજનું ત્રણ લીટર જેટલું દૂધ ઉત્પન્ન થતું હતું. જેનો યોગ્ય રીતે ઉપીયોગ કરવા માટે તાબીથાએ તેનું દાન કરવાનું ઉચિત સમજ્યું હતું. હાલ તેની આઠ મહિનાની દીકરી છે જેને પૂરતી માત્રામાં દૂધ આપ્યા પછી બાકીનું દૂધ દાનમાં આપી દે છે.

તાબીથાનું કહેવું છે કે તેને રોજ બ્રેસ્ટ મિલ્ક કાઢવું પડે છે. પછી તે ગમે તે જગ્યા પર હોય કે પછી બીમાર હોય. તેના માટે આ કામ ફૂલ ટાઈમ નોકરીની જેમ જ હતું.

ડોકટરોનું કહેવું છે કે આવું હાઇપરલેક્ટેશન સિન્ડ્રોમને લીધે થાય છે જે અમુક જ મહિલાઓમાં જોવા મળે છે. જેમાં સામાન્ય મહિલાઓની તુલનામાં દૂધ ત્રણ ગણું વધારે ઉત્પન્ન થાય છે. આ બીમારી ભાગ્યે જ અમુક જ મહિલાઓમાં જોવા મળે છે.

તાબિથાના મામલામાં પ્રોલેક્ટિન હોર્મોનનું સ્તર ખુબ જ વધેલું છે જેને લીધે તેને ત્રણ ગણું દૂધ ઉત્પન્ન થઈ રહ્યું છે. ઘણીવાર પ્રોલેક્ટિન હોર્મોનના વધેલા સ્તરને લીધે બ્રેન ટયુમર પણ થઇ શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.