બે ગાડીઓની વચ્ચે પોતાની ગાડી પાર્ક કરવા માટે આ મહિલાએ લગાવ્યો એવો જુગાડ કે આખો વીડિયો જોઈને તમે પણ માથું પકડી લેશો, જુઓ

સોશિયલ મીડિયા ઉપર મહિલાઓના ડ્રાઈવિંગને લઈને ઘણા બધા મીમ બનતા હોય છે, ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે. ઘણી મહિલાઓ એ રીતે ડ્રાઈવ કરે છે કે તેને જોઈને લોકો હસવું પણ રોકી નથી શકતા, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક મહિલાનો કાર પાર્કિંગ કરવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે તમને પેટ પકડીને હસવા માટે મજબુર કરી દેશે.

કાર પાર્કિંગમાં કાર ચાલકોને જેટલી પરેશાની થાય છે તે ભાગ્યે જ કોઈ કામમાં થતી હોય છે. કારને આગળ ચલાવવી એ સૌથી સરળ છે, પરંતુ જ્યારે પાર્કિંગની વાત આવે છે, ત્યારે સમસ્યા થાય છે. રિવર્સ કરો, સ્ટિયરિંગ આ બાજુ ફેરવો, પેલી બાજુ ફેરવો તો ક્યારેક અથડાઇ પણ જાય છે. પરંતુ એક મહિલાનો વીડિયો સામે આવ્યો છે. જેણે કાર પાર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ દરમિયાન તેણે એવો જુગાડ લગાવ્યો કે તમે પણ ફેન થઈ જશો.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલાને કાર પાર્ક કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક કાર આગળ અને બીજી પાછળ છે. મહિલા કારમાંથી બહાર નીકળી અને પગથી બે કાર વચ્ચેનું અંતર માપે છે. આ પછી તે પગથી કારને માપે છે અને પછી તે માને છે કે તે અહીં કાર પાર્ક કરી શકે છે. આ પછી, એક મહિલા તેને કાર પાર્ક કરાવવામાં મદદ કરે છે.

ગમે તે રીતે તે મહિલાની કાર પાર્ક થઇ જાય છે અને પછી તે મહિલા ગાડીમાંથી ઉતરી અને મદદ કરનારી મહિલાને ગળે પણ મળે છે, પરંતુ અસલી મજા તો પછી આવે છે, જયારે મદદ કરનારી મહિલા પાછળ ઉભેલી કાર લઈને ચાલી જાય છે. ત્યારે હવે સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈને ખુબ જ હસી રહ્યા છે અને કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે જો મહિલાએ પહેલા જ કાર હટાવી લીધી હોત તો તે મહિલાને પાર્કિંગમાં મુસબિત ના થતી.  આ વીડિયોને અત્યાર સુધી 3.4 મિલિયન કરતા પણ વધુ લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel