અજબગજબ

ઉકળતા તેલની અંદર હાથ નાખીને આ રીતે બનાવે છે પકવાન : વિડીયો વાયરલ

સોશિયલ મીડિયા ઉપર રોજ ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જતા હોઈએ છીએ, એવો જ એક વિડીયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે, જેની અંદર એક મહિલા ઉકળતા તેલની અંદરથી હાથ નાખીને પકવાન બનાવતી નજરે આવે છે.

Image Source

આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલા ઉકળતા તેલની અંદર પોતાનો હાથ નાખી રહી છે અને તેનો હાથ પણ નથી દાઝતો.  આ વિડીયો જોનારા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે કે આ કેવી રીતે સંભવ છે?

Image Source

માત્ર 13 સેકેન્ડના આ વિડીયોની અંદર એક વૃદ્ધ મહિલા જે ઉકળતા ગરમ તેલની એક મોટી કઢાઈમાં ચીપિયા કે બીજા કોઈ વસ્તુની મદદ વિના જ પોતાની આંગળીઓના ઉપયોગથી કઢાઈમાંથી પકવાન ફેરવી રહી છે.

આ વાયરલ વિડીયોમાં મહિલા પોતાના હાથમાં થોડું ગરમ તેલ પણ લે છે અને દર્શકોને બતાવી રહી છે કે તે એકદમ ઠીક છે. આ વિડીયોને જોઈ કોઈને વિશ્વાસ પણ નથી કરી રહ્યા. સોશિયલ મીડિયામાં આ વિડીયો પોસ્ટ થવાની સાથે હજારો લાઈક અને કોમેન્ટ આવી ગઈ છે.