છોકરીએ રિવર્સ ગેરમાં દબાવ્યુ એક્સીલેટર અને 300 ફૂટ નીચે ખીણમાં ખાબકી કાર….દર્દનાક અકસ્માતમાં છોકરીનું મોત

‘રીલને બેન કરી દો…’ નહોતુ આવડતુ ડ્રાઇવિંગ, તો પણ રિલ્સના ચક્કરમાં ચલાવી ગાડી, ખાઇમાં પડતા મોત

મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વીડિયો બનાવતી વખતે કાર ચાલક યુવતીએ અચાનક રિવર્સ ગિયરમાં એક્સિલેટર દબાવી દીધુ જેના કારણે કાર ખીણમાં પડી અને તેણે જીવ ગુમાવ્યો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સોમવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક 23 વર્ષની યુવતીએ અકસ્માતે રિવર્સ ગિયરમાં એક્સિલરેટર દબાવ્યું, જેના કારણે કાર પાછળનો ક્રેશ બેરિયર તોડી ખાઈમાં પડી ગઈ અને તેનું મોત થઈ ગયું.

મૃતકની ઓળખ 23 વર્ષીય શ્વેતા દીપક સુરવાસે તરીકે થઈ છે. કારનો થોડીક સેકન્ડનો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, શ્વેતા સોમવારે એટલે કે 17 જૂને બપોરે લગભગ 2 વાગ્યે ઔરંગાબાદથી સુલીભંજન હિલ્સ પર ગઈ હતી. સુલીભંજન સ્થિત દત્ત મંદિર પાસે પર્વત પર કાર ડાઇવિંગ કરતા રીલ્સ બનાવવા દરમિયાન કાર રિવર્સ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે શ્વેતા ડ્રાઈવિંગ સીટ પર બેસીને કાર ચલાવી રહી છે. તેનો મિત્ર બહારથી વીડિયો શૂટ કરી રહ્યો હતો. આ દરમિયાન કાર રિવર્સ થઇ રહી છે. જો કે, આ સમયે ખાઇ અને કાર વચ્ચે માત્ર 50 મીટરનું અંતર હતું. કારને રિવર્સ કરતી વખતે શ્વેતાએ બ્રેકને બદલે એક્સિલરેટર દબાવ્યુ અને કાર ખીણમાં ખાબકી. આ દર્દનાક અકસ્માતમાં શ્વેતાનું મોત થયુ.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina