સોશિયલ મીડિયાની તાકાત ! મહિલા પાસે ખાવાના પણ નહોતા પૈસા, 500 રૂપિયા માંગ્યા ઉધાર, પણ થયો એવો ચમત્કાર કે આવી ગયા 50 લાખ રૂપિયા

મહિલા શિક્ષિકા પાસે 500 રૂપિયા ઉછીના માંગવા ગઈ હતી આ મહિલા, પછી શિક્ષિકાએ કર્યું એવું ઉમદા કામ કે ભેગા થઇ ગયા લાખો રૂપિયા…

આપણા દેશમાં ઘણા બધા લોકો એવા છે જેમની આપશે બે ટંક સરખું ખાવાના પણ પૈસા નથી હોતા, ઘણા લોકો પોતાના પેટનો ખાડો પૂરવા માટે મહેનત મજૂરી કરતા હોય છે તો કોઈ ભીખ માંગીને પણ પોતાનું ગુજરાન ચલાવતું હોય છે. આવા લોકોની કહાની સોશિયલ મીડિયામાં સામે આવતા જ લોકો પણ ભાવુક થઇ જતા હોય છે. ત્યારે હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેની કહાની સાંભળીને લોકો ભાવુક જ ના થયા, પરંતુ મદદ માટે આગળ પણ આવ્યા.

કેરળમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી એક મહિલાને અજાણ્યા લોકોએ ઉદારતાથી મદદ કરી. સોશિયલ મીડિયા પર ક્રાઉડફંડિંગ દ્વારા મહિલાને 50 લાખ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. તે તેના બાળકોના શિક્ષક પાસે 500 રૂપિયા ઉછીના માંગવા ગઈ હતી. બાદમાં એ જ શિક્ષકે મહિલાની મદદ માટે ક્રાઉડફંડિંગ અભિયાન શરૂ કર્યું. બીબીસીના અહેવાલ મુજબ, 46 વર્ષીય સુભદ્રા તેના પતિના મૃત્યુ બાદ જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરી રહી હતી.

તેમની પાસે બાળકોને ખવડાવવા માટે પણ પૈસા નહોતા. આવી સ્થિતિમાં તેણે તેના બાળકોની મહિલા શિક્ષક પાસેથી 500 રૂપિયા ઉછીના માંગ્યા. સુભદ્રાની હાલત જોઈને શિક્ષિકા ભાવુક થઈ ગઈ અને તેણે વધુ પૈસા એકઠા કરીને તેને મદદ કરવા માટે સોશિયલ મીડિયા પર ક્રાઉડફંડિંગ અભિયાન શરૂ કર્યું. એવું કહેવામાં આવ્યું છે કે સોમવાર સુધી સુભદ્રાને ક્રાઉડફંડિંગમાંથી 54 લાખ 30 હજાર રૂપિયા મળ્યા હતા.

સુભદ્રા કામ કરી શકતી ન હતી કારણ કે તેના ત્રણ પુત્રોમાં સૌથી નાનાને ‘સેરેબ્રલ પાલ્સી’ની સમસ્યા છે. આવી સ્થિતિમાં, તે બાળકની સતત સંભાળ જરૂરી છે. ગયા શુક્રવારે સુભદ્રાએ સ્થાનિક શાળાની શિક્ષિકા ગિરિજા હરિકુમારનો મદદ માટે સંપર્ક કર્યો કારણ કે તેના બાળકો પાસે ખાવા માટે કંઈ નહોતું. સુભદ્રાની વાત સાંભળીને ગિરિજાએ તેને 1000 રૂપિયા આપ્યા. આ પછી શિક્ષિકા ગિરિજા સુભદ્રાના ઘરે ગઈ અને જોયું કે તે ખરેખર ખૂબ જ ગરીબ જીવન જીવી રહી છે.

ગિરિજા કહે છે “રસોડામાં મુઠ્ઠીભર અનાજ હતું અને બાળકો પાસે ખાવા માટે કંઈ નહોતું. મેં વિચાર્યું કે સુભદ્રાને નાની રકમ આપવાનો કોઈ અર્થ નથી કારણ કે તે પરિવાર માટે અપૂરતી હશે. એટલા માટે ક્રાઉડફંડિંગ અભિયાન શરૂ કર્યું, જેથી મોટી રકમ એકઠી કરી શકાય. સુભદ્રાના પરિવારની હાલત વિશે ગિરિજા હરિકુમારે ફેસબુક પર એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં તેણે લોકોને સુભદ્રાની મદદ કરવાની અપીલ કરી હતી. સુભદ્રાના બેંક ખાતાની વિગતો પણ પોસ્ટમાં આપવામાં આવી હતી. આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ અને સુભદ્રાના ખાતામાં 50 લાખથી વધુ રૂપિયા આવી ગયા. અજાણ્યા લોકોએ તેના ખાતામાં ભારે દાન આપ્યું હતું.

Niraj Patel