બાપ રે… આ મહિલાએ માથે ગેસનો સિલિન્ડર રાખીને કર્યો જબરદસ્ત ડાન્સ, જોઈને લોકોની આંખો પણ ફાટી પડી, જુઓ વીડિયો

આ મહિલાએ બતાવ્યો ગજબનો ટેલેન્ટ, માથા પર ગેસનો સિલિન્ડર રાખીને ડાન્સ કરતા રાખ્યું એવું સંતુલન કે જોઈને લોકો પણ કાયલ થઇ ગયા, જુઓ વીડિયો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Woman Dancing With A Cylinder : આપણા દેશની અંદર ટેલેન્ટની કોઈ કમી નથી, વળી આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકો પોતાના ટેલેન્ટને બતાવતા રહે છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ રોજ ઘણા બધા આવા ટેલેન્ટના વીડિયો વાયરલ થતા હોય છે અને લોકો પણ આ ટેલેન્ટને વખાણતા હોય છે.   ત્યારે હાલ એક મહિલાના જબરદસ્ત ટેલેન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલા માથે ગેસનો સિલિન્ડર રાખીને ડાન્સ કરી રહી છે.

માથા પર સિલિન્ડર રાખીને ડાન્સ :

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં મહિલા ડાન્સ કરતી વખતે અદ્ભુત સંતુલન જાળવતી જોવા મળે છે, જેને જોઈને તમે પણ થોડીવાર માટે આંખો મીંચવાનું ભૂલી જશો. આશ્ચર્યની વાત એ છે કે મહિલા માથા પર ગેસ સિલિન્ડર લઈને ડાન્સ કરી રહી છે. વાયરલ થઈ રહેલા આ ચોંકાવનારા વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા માથા પર સિલિન્ડર લઈને ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન એક મહિલા જમીન પર ઉંધા મુકેલા વાસણ પર ચડતી જોવા મળે છે.

ગજબનું હતું સંતુલન :

આ દરમિયાન મહિલાનું બેલેન્સ જોઈને તમે પણ ચોંકી જશો. આગળ વીડિયોમાં તમે જોશો કે મહિલા એક પગ ઊંચો કરીને અદ્ભુત સંતુલન જાળવતી જોવા મળે છે. આ જ કારણ છે કે ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર karagam_durga નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને લોકો દંગ રહી ગયા છે.

લોકોએ વખાણ્યો ટેલેન્ટ :

23 સપ્ટેમ્બરથી શેર કરાયેલા આ વીડિયોને 2 લાખ 1 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. જે લોકોએ આ વીડિયો જોયો છે તે લોકો તેના પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. વીડિયો જોનારા કેટલાક લોકોએ તેને જોખમી ગણાવ્યો હતો, જ્યારે કેટલાક લોકોએ તેની પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું, ‘તમારું બેલેન્સ બરાબર છે. કળા પણ અદ્ભુત છે, પરંતુ તમારા જીવન કરતાં વધુ મહત્વનું કંઈ નથી. જીવન છે તો બધું બરાબર છે બહેન.”

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel