સાળીમાં એકસાથે ડાન્સ કરતી જોવા મળી સેંકડો મહિલાઓ, લોકોએ કહ્યું-આ છે આપણી સંસ્કૃતિ

હિજાબ વિવાદ વચ્ચે જોવામળી ભારતીય સંસ્કૃતિની ઝલક, હજારો મહિલાઓએ એકસાથે સાડી પહેરીને કર્યું નૃત્ય

આપણો દેશ ભારત અનેક સંસ્કૃતિઓ, ભાષાઓ, રીત-રિવાજ, રહેણી કહેણીથી ભરપૂર છે. દેશમાં દરેક સંસ્કૃતિઓના લોકો ભાઈચારાની જેમ રહેવાનું પસંદ કરે છે, અને સાથે જ આપણી સંસ્કૃતિના લોકોને દુનિયાભરમાં ઓળખવામાં આવે છે. દરેક વર્ષે કરોડો વિદેશીઓ દેશમાં ફરવા માટે આવે છે અને અહીંની સભ્યતાથી ખુબ પ્રભાવિત થાય છે અને ઘણા મૌકાઓ પર દેશની પ્રશંસા પણ કરે છે.

એવામાં તાજેતરમાં જ એક ભારતીય સંસ્કૃતિને લાગતો વિડિયો સામે આવ્યો છે અને ખુબ વાયરલ પણ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સાળી પહેરેલી મહિલાઓ સાથે મળીને ડાન્સ કરી રહી છે.

વીડિયોમાં મહિલાઓ સુંદર સાળી પહેરીને રસ્તા પર પર નૃત્યના તાલે નાચી રહી છે, જેને જોઈને તમે પણ કહેશો કે આજે પણ આપણી ભારતીય સંસ્કૃતિ જીવિત છે. વિડિયો દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ છે આપણા દેશની સંસ્કૃતિ જે દરેક ધર્મને જોડીને રાખે છે.

વિડિયોને @umashankarsingh નામના યુવક દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં લાખો લોકો દ્વારા જોવામાં આવી ચુક્યો છે. લોકોએ ‘આ છે દેશની સંસ્કૃતિ’,’અત્યાર સુધીનો સૌથી સુંદર વીડિયો’,’આનાથી સારો વિડિયો બીજો કોઈ ન હોય’,’આપણી સંસ્કૃતિનું સુંદર ઉદાહરણ છે આ વિડિયો’,’અમે આવા હિન્દુસ્તાનની કલ્પના કરીએ છીએ’ વગેરે જેવી પ્રતિક્રિયાઓ મળી રહી છે.

જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા જ હિજાબને લઈને દેશભરમાં તણાવનું વાતાવરણ બનેલું છે, આ વિડિયો એવા જ મૌકા પર સામે આવ્યો છે જ્યારે હિજાબનો મુદ્દો મોટો થઇ રહ્યો છે. વિડિયો જોયા પછી એકવાર ફરીથી દેશની સંસ્કૃતિ પર દરેકને ગર્વ થઇ રહ્યો છે.

જુઓ મહિલાઓનો નૃત્ય કરતો વિડિયો…

Krishna Patel