આ મહિલાની બહાદુરી તો જુઓ, પાલતુ શ્વાનની જેમ સિંહને સાથે રાખીને મારી રહી છે લટાર, બાજુમાં એક સિંહણ પણ પાળી છે, જુઓ વીડિયો

આ દબંગ મહિલાએ સિંહના માથા ઉપર પ્રેમથી ફેરવ્યો હાથ, પછી થયું કંઈક એવું કે જોઈને આંખો ચાર થઇ જશે, જુઓ વીડિયો

આજના સમયમાં ઘણા લોકો પોતાના ઘરમાં પાલતુ પ્રાણીઓ અને પક્ષીઓ રાખતા હોય છે. ઘણા લોકો શ્વાન, બિલાડી અને સસલા જેવા પ્રાણીઓ રાખે છે તો કોઈ અલગ અલગ પ્રકારના પક્ષીઓ પણ રાખતું હોય છે. પરંતુ હાલ ઇન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલા સિંહ અને સિંહણને પાળતી જોઈ શકાય છે અને મહિલા સિંહના માથા ઉપર પ્રેમથી હાથ પણ ફેરવી રહી છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર k4_khaleel નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પીળો સૂટ પહેરેલી એક મહિલા સિંહની બાજુમાં ઉભી છે અને તેને ખૂબ જ પ્રેમથી વ્હાલ કરતી જોવા મળે છે. તે માથું હંકારી રહ્યો છે અને સિંહ પણ તેનો ખૂબ આનંદ માણી રહ્યો છે.

આટલું જ નહીં, આ મહિલાની પાછળ અન્ય સિંહ પાંજરામાં ઘૂમી રહ્યો છે. તો એક સિંહણ પણ મહિલાની નજીક થોડી દૂર બેઠી છે. સિંહને વ્હાલ કરતો મહિલાનો આ વીડિયો ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહ્યો છે અને તેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ આ વીડિયોને હજારો લોકોએ લાઈક પણ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Khaleel Ahmed (@k4_khaleel)

વીડિયો જોયા બાદ લોકોએ તેના પર કમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું કે ‘આ એક હિંમતવાન મહિલા છે.’ તો બીજાએ ટિપ્પણી કરી કે ‘આ એક ભયંકર પગલું છે અને વાસ્તવિક જીવનમાં કોઈએ આ પ્રકારનું જોખમ લેવું જોઈએ નહીં’. અન્ય એક યુઝરે લખ્યું, “દીદી તો બડી દબંગ હૈ.” તો કોઈએ લખ્યું ‘અમારા ગિરના સિંહોનો સામનો કરો તો તમને ખબર પડી જશે. આ સર્કસ સિંહો છે.” જો કે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની કોઈ પુષ્ટિ નથી થઇ.

Niraj Patel