વાયરલ

આ વીડિયો તમારી આંખોને પણ ભીંજવી દેશે: કોરોના મહામારીમાં લોકો ઉપર ફૂટ્યો આ બહેનનો ગુસ્સો, રડીને વ્યક્ત કર્યું તેમનું દુઃખ

કોરોના મહામારી દેશભરની અંદર ફેલાઈ રહી છે, ત્યારે આ મહામારીથી બચવા માટે લોકો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. સરકાર દ્વારા પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમો સાથે લોકો વધુ પ્રમાણમાં કોરોનાની વેક્સિન લે એ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ દરમિયાન એક બીજી બીમારી પણ હવે ફેલાઈ રહી છે અને એ છે મોંઘવારી અને કાળાબજારી.

કોરોના મહામારીમાં રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનના સિલેન્ડરની કાળાબજાર થતા તો આપણે જોઈએ છીએ પરંતુ સાથે સાથે રાજ્યમાં શાકભાજી અને ફળ ફળાદીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

આ દરમિયાન કાળાબજારી સામે આક્રોશ અને દુઃખ વ્યક્ત કરતો એક બહેનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે બહેન રડીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. તે જે કહી રહ્યા છે તેને સાંભળતા એવું લાગે કે તે એમના પોતાની વાત નથી પરંતુ આ દુઃખ ઘણા બધા લોકો ભોગવી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર આ બહેન જણાવી રહ્યા છે કે આ કોરોનાના કારણે તેમને પોતાની બહેન ગુમાવી છે. આ મહામારીના સમયમાં લોકોએ સંપીને રહેવું જોઈએ. આપનો આ છેલ્લો દિવસ છે એ રીતે જીવો.

વધુમાં તે બહેન એમ પણ જણાવી રહ્યા છે કે આપણે એમ કહીએ છીએ કે આજે હોસ્પિટલ વાળા લૂંટે છે. પરંતુ લૂંટ તો બધે જ થઇ રહી છે. 20 રૂપિયાના નારિયેળના 100 રૂપિયા લે છે, 15ની કિલો  મોસંબી 250 રૂપિયામાં કિલો વેચાય છે.જે જે વસ્તુઓ કોરોનામાં ખાવા માટે લોકોને ઉપયોગી છે તેના ભાવ ત્રણ ત્રણ ઘણા વધી ગયા છે.

આ બહેન રડતા રડતા એમ પણ જણાવી રહ્યા છે કે આ બીમારીમાં વ્યક્તિ મોસંબી જેવી સામાન્ય વસ્તુ પણ નથી ખાઈ શકતો. આ બહેન લોકોને પગે લાગીને કાળાબજારી ના કરવા માટે વિનંતી કરી રહ્યા છે. આ બહેન એમ પણ કહી રહ્યા છે કે આ મહામારીમાં પૈસા કમાવવાની જગ્યાએ લોકોને મદદ કરો.

સોશિયલ મીડિયામાં આ બહેનનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર આ બહેન જે વાત કરી રહ્યા છે તે દરેક સામાન્ય વર્ગના માણસની છે. આજે હોસ્પિટલોથી લઈને શાક માર્કેટ સુધી કાળાબજારી ચાલી રહી છે.

વાત કરીએ હાલ અમદાવાદની અંદર નારિયેળના ભાવની તો આજે નારિયેળ 80થી લઈને 100 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે. લીંબુ 160 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. સફરજન 150ની આસપાસ, ચીકુ 40-50 રૂપિયા અને મોસંબી 150થી લઈને 250 રૂપિયામાં લોકો વેચી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)