ભારતીય ટીમના સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે પોતાના જોડીદાર સાથી ખેલાડી કુલદીપ યાદવ સાથેના ફોટોશૂટ દરમિયાનની પોતાની એક તસ્વીર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ પછી ઇંગ્લેન્ડની સ્ટાર મહિલા ક્રિકેટર ડેનિયલ યાટે ચહલની મજાક ઉડાવી હતી. ડેનિયલે ચહલની ઊંચાઈને લઈને મજાક કરી હતી. જણાવી દઈએ કે ડેનિયલ યાટ એ સમયે પણ ચર્ચામાં આવી હતી જ્યારે તેમણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પ્રપોઝ કર્યું હતું.
View this post on Instagram
વેસ્ટ ઇન્ડીઝ સામે ચેન્નઈમાં વન-ડે સિરીઝની પહેલી મેચ રવિવારે રમાઈ હતી, એ મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ ફોટો શૂટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલે કુલદીપ યાદવ સાથેની તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર શેર કરવાની સાથે જ તેને લખ્યું હતું – ચેન્નઈમાં હેડશોટ બનાવવાની ઘણી મજા આવી.

ચહલની આ પોસ્ટ પર ઘણા ચાહકોએ પોતાની કૉમેન્ટ્સ આપી હતી. પરંતુ ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ યાટે ચહલને ટ્રોલ કરી દીધો. ડેનિયલે પોતાની કોમેન્ટમાં લખ્યું છે – મને લાગે છે કે તમારી ઊંચાઈ મારા કરતા ઓછી છે. આ કોમેન્ટ સાથે ડેનિયલે હસવાના ઈમોજી અને ભારતના ધ્વજવાળી ઇમોજી પણ બનાવી.

નોંધનીય છે કે ઇંગ્લેન્ડની સ્ટાર મહિલા ક્રિકેટર ડેનિયલ યાટ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પ્રપોઝ કર્યું હતું. ડેનિયલે સોશિયલ મીડિયા પર બિંદાસ થઈને વિરાટને પ્રપોઝ કર્યું હતું. ડેનિયલનું આ પ્રપોઝલ ઘણા સમય સુધી સોશિયલ મીડિયા પર છવાયેલું રહ્યું હતું.
Kholi marry me!!!
— Danielle Wyatt (@Danni_Wyatt) April 4, 2014
હાલ તો સોશિયલ મીડિયા પર ડેનિયલની આ કોમેન્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસ્વીર ચહલ દ્વારા ચેન્નઈમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વનડેની શરૂઆતના થોડા સમય પહેલા જ પોસ્ટ કરવામાં આવી હતી. આ મેચમાં ચહલને પ્લેઇંગ ઇલેવનમાં રમવાનો મોકો મળ્યો ન હતો, જ્યારે કુલદીપને રમવાની તક મળી હતી.
View this post on Instagram
આ અગાઉ પણ ડેનિયલે ચહલના ફોટા પર કોમેન્ટ કરી હતી. ચહલે બેટિંગ કરતી પોતાની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેના પર ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટરે ‘Bowled’ કોમેન્ટ કરી હતી. આ ડેનિયલની આ પ્રકારની કોમનેટ પછી, બંનેની ડેટિંગની અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.