કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું અને તેમાં બીજા રાજ્યમાં મજૂરી કરતા લાખો મજૂરો ફસાઈ ગયા, આ મજૂરો અચાનક લાગેલા લોકડાઉનના કારણે પોતાની રોજી રોટી પણ ગુમાવી બેઠા અને તેમને પોટર્સના વતન પાછા જવાનો વિચાર આવ્યો. ઘણા મજૂરો ચાલતા પણ પોતાના વતન જવા માટે નીકળી ગયા તો ઘણા ગમે તેમ કરીને પોતાના વતન પહોંચવા માંગતા હતા, આવામાં જ એક મહિલા પોતાના માસુમ બાળક સાથે વતન જવા માટે બે પૈડાના મોપેડ ઉપર 500 કિલોમીટરનું અંતર કાપીને જવા માટે તૈયાર થઇ, તેની તસવીરો શોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ તસ્વીર સામે આવી છે બાલાઘાટથી જે પોતાના પિયરમાં તેના પિતાની તેરમાની વિધિ માટે પોતાના 8 વર્ષના દીકરાને લઈને આવી હતી, પરંતુ અચાનક લાગેલા આ લોકડાઉનમાં તે પોતાના પિયરમાં જ ફસાઈ ગઈ, હવે આ મહિલાએ પોતાના સાસરે ટીકમગઢ જેનું અંતર 500 કિલોમીટર છે તે કાપવા માટે મોપેડનો સહારો લીધો છે.

આ મહિલાનું નામ છે દ્રૌપદી રાય, તેને પોતાના સાસરે જવા માટે સરકાર પાસેથી પરવાનગી લઇ અને બે પૈડાના મોપેડ ઉપર 500 કિલોમીટરનું અંતર કાપવા નીકળી પડી છે. તેને જણાવ્યું હતું કે તે પોતાના પિતાના તેરમાની વિધિ માટે આવી હતી અને તેનો દીકરો પણ ત્યાં જ અભ્યાસ કરે છે તો તે પરીક્ષા સુધી રોકાવવા માંગતી હતી પરંતુ આચાનક આવી ચઢેલા લોકડાઉનના કારણે તે ત્યાં અટવાઈ ગઈ હતી અને તેને છેલ્લે આ રીતે પોતાના સાસરે પહોચવનો નિર્ણય કર્યો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.