ખબર

ગંદી ગંદી ફિલ્મો બતાવીને પત્નીને એ રીતે કરવા માટે કહેતો હતો આ હેવાન પતિ, ના કરવા પર ઢોરની જેમ મારતો હતો માર, આખરે કંટાળીને પત્નીએ…

પતિ ખરાબ ખરાબ ફિલ્મ બતાવીને જબરદસ્તી બાંધતો હતો અપ્રાકૃતિ સંબંધ, બેશરમ સાસુએ કહ્યું- આતો સામાન્ય છે, તૂં કરતી જા

આપણા દેશમાં મહિલાઓ સાથે અત્યાચારના ઘણા બધા મામલા સામે આવી રહ્યા છે. કોઈ અપરણિત મહિલાઓ સાથે છેડછાડ અને દુષ્કર્મ કરતું હોય તો હોય છે તો કેટલાક પતિઓ પણ પોતાની પત્ની પર અત્યાચાર કરતા હોય છે. ઘણીવાર કેટલાક એવા પણ મામલો સામે આવે છે જેને જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જાય. હાલ એવો જ એક મામલો ખુબ જ ચર્ચામાં છે, જેમાં પતિ પત્નીને ગંદી ગંદી ફિલ્મો બતાવી એમ જ કરવાનું કહેતો હતો અને પત્નીના એમ ના કરવા પર તેને ઢોર માર પણ મારતો હતો.

આ હચમચાવી દેનારી ઘટના સામે આવી છે યુપીના અલીગઢમાંથી. જેમાં એક મહિલાએ પોતાના પતિની ગંદી હરકતોથી હેરાન પરેશાન થઈને SP પાસે મદદ માંગી છે. પીડીતાએ તેના પતિ પર અપ્રાકૃતિક સંબંધો બાંધવાનો અને સાસરિયા પર મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર પીડિતાના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા.

પીડિતાએ તેના પતિ પર આરોપ લગાવતા કહ્યું કે તેનો પતિ તેની સાથે લાંબા સમયથી ગંદી ગંદી બ્લુ ફિલ્મ બતાવીને અપ્રાકૃતિક સંબંધ બાંધતો હતો. જયારે તેણે આ વાતની ફરિયાદ તેના સાસુને કરી ત્યારે તેમણે પણ તેમના દીકરાનો પક્ષ લીધો હતો. આ સમગ્ર બાબતને લઈને પીડિતા ગતરોજ તેની માતા સાથે એસપી ઓફિસમાં મદદ માટે ગુહાર લગાવવા પહોંચી હતી.

આ મામલે પીડિતાની માતાએ પણ જણાવ્યું કે મારી દીકરીને ગંદી ફિલ્મો બતાવીને અપ્રાકૃતિક સંબંધ તેનો પતિ બાંધતો હતો, જયારે સાસુને ફરિયાદ કરી ત્યારે સાસુએ પણ એમ કહ્યું કે જે મારો દીકરો કહે એ જ તારે કરવાનું છે. મારી દીકરી શરમની મારી આટલા સમય સુધી સહન કરતી રહી. તેના દિયર, સસરા અને સાસુએ પણ તેને માર મારીને હાલત ખરાબ કરી નાખી છે. હવે આ મામલે મહિલાની ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે.