જુવાન દીકરીએ દુનિયા છોડી, મરતા પહેલા માતાને કહેતી ગઈ આટલું, રુવાડા ઉભા કરી દે એવી ઘટના

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે પછી આર્થિક સ્થિત અથવા તો ઘર કંકાસ સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં ફરી એકવાર આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. પાટણમાં એક પરણિતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને મોતને વહાલું કરી દીધું હોવાની ઘટના સામે આવી છે. પરિવારની વિરુદ્ધમાં જઇને પ્રેમલગ્ન કર્યા બાદ પરિણીતાએ તેના પતિને કારણે જ મોતને ભેટવા જેવું પગલુ ભર્યુ. લગ્નના કેટલાક મહિનાઓ સુધી તો સાસરિયાઓએ સારું રાખ્યું પણ તે બાદ પરણિતાને હેરાન કરવાનું શરૂ કર્યુ. જો કે પરિણીતાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી હતી. કારણ કે પ્રેમલગ્ન કર્યા હોવાથી તે પિયરમાં પણ કંઇ ખાસ કહી શકતી નહોતી.  (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

તેણે એક પુત્રને જન્મ પણ આપ્યો પરંતુ પતિએ તો હદ જ વટાવી દીધી અને પતિ તેમજ સાસરિયાઓને કારણે પરિણીતાએ ઝેર પી જીવન ટૂંકાવી લીધું. તેણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન માતાને જણાવ્યુ કે, હું મારા પતિથી કંટાળી ગઇ છું અને હવે સહન થાય એમ નથી, તેથી મેં ઝેર પી લીધું છે.’ જે બાદ માતા ઘરે પરત ફરી પણ હોસ્પિટલથી દીકરીની તબિયત વધુ બગડી હોવાના સમાચાર આવતા તે હોસ્પિટલ આવવા નીકળ્યા, પરંતુ ત્યાં સુધી તો દીકરીનું મોત થઇ ગયુ હતુ. ત્યારે આ મામલે તેમણે પોલિસમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતકની માતાએ ફરિયાદમાં જણાવ્યું કે, તેમની દીકરીએ ચાર વર્ષ પહેલા પાટણના મોટીસરા, પીપળાગેટ નજીક રહેતા સંજય સોલંકી સાથે પરિવારની વિરુદ્ધ જઇ પ્રેમલગ્ન કર્યાં હતાં અને તે બાદ બંને પરિવાર વચ્ચે અણબનાવ હતો. બંને પરિવાર વચ્ચે બોલવાના સંબંધ ન હોવાને કારણે સાસરિયાં મેણાંટોણાં મારતાં અને તેની સાથે મારઝૂડ પણ કરતાં. આ વચ્ચે તેમની દીકરીએ પુત્રને જન્મ આપ્યો. પુત્રના જન્મબાદ બંને પરિવાર વચ્ચે સમાધાન થઇ ગયુ, પણ સંજય કામધંધો કરવાનું બંધ કરી રખડપટ્ટી કરવા લાગ્યો. જેના કારણે ઘર ચલાવવામાં મુશ્કેલી પડવા લાગી.

આને કારણે મૃતકે એક ખાનગી ગાયનેક હોસ્પિટલમાં નોકરી શરૂ કરી અને નોકરી પર કામ હોવાને કારણે જો આવવા-જવામાં વહેલા-મોડું થાય કે ફોન ન ઉપાડે તો શંકા કરી સંજય મારઝૂડ કરતો અને આ વાત હીના(મૃતક) ઘણીવાર ઘરે આવીને પણ કરતી પણ એનો સંસાર ન બગડે અને પુત્રનું ભવિષ્ય ન બગડે તેથી અમે હીનાને સમજાવતા અને દિલાસો આપતા. આવું એક-બે વાર નહીં પણ ઘણીવાર થયું છે. આ દરમિયાન ગયા વર્ષે વધારે પડતી મારઝૂડ કરતાં હીના પિયર આવી ગઇ હતી અને અમે જમાઇ વિરુદ્ધ ભરણપોષણની અરજી કોર્ટમાં કરી હતી. જેને લઇને સંજયે આજીજી કરતાં સમાધાન થયુ હતુ. ત્યારબાદ થોડો સમય સારુ રહ્યુ પણ ફરી એનું એ થવા લાગ્યુ. દીકરી તો બઘું મૂંગા મોઢે સહન કરી રહી હતી.

Shah Jina
error: Unable To Copy Protected Content!