સુરતમાં લગ્નની એનિવર્સરીના દિવસે જ પરણિતાએ ટૂંકાવ્યુ જીવન, કારણ જાણી રહી જશો હેરાન

બાળકનું શું થશે? લગ્નની એનિવર્સરીના દિવસે જ પરણિતાએ ટૂંકાવ્યુ જીવન, આપઘાત પાછળનું કરણ જાણી હચમચી જશો

રાજ્યમાંથી (Gujarat) ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે. કેટલીકવાર પ્રેમ સંબંધ તો કેટલીકવાર અવૈદ્ય સંબંધ કે આર્થિક તંગી અથવા અનેક કારણોસર લોકો આપઘાત કરી લેતા હોય છે. ઘણી પરણિતાઓ સાસરિયાના ત્રાસને કારણે તો ઘણી પરણિતાએ દહેજને કારણે પણ આપઘાત કરી લેતી હોય છે. ત્યારે આપઘાતનો (Suicide) આવો જ એક મામલો સામે આવ્યો,

જેમાં ડીંડોલી વિસ્તારની એક પરિણીતાએ મેરેજ એનિવર્સરીના દિવસે જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. પરણિતાએ શિક્ષક પતિ અને સાસરીયાઓ દહેજ માટે ત્રાસ આપતા હોવાને કારણે આ પગલું ભર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. ત્યારે પરિણીતાના આપઘાતને કારણે તેના ચાર વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે. જણાવી દઇએ કે, મૃતક પરિણીતાનો પતિ શિક્ષક છે અને લગ્ન સમયે પરણિતાના પરિવારે 10 તોલા સોનું આપ્યું ગતુ,

તેમ છત્તાં પણ દહેજ ભૂખ્યો પતિ અને સાસરિયાઓ વધુ પાંચ તોલા સોનું માંગતા હતા. આ કારણે જ મહિલાએ મેરેજ એનિવર્સરીના દિવસે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. મૃતકના પિતાએ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદ પ્રમાણે પોલિસે પરિણીતાના પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પ્રાપ્ત માહિતી અનુસાર, નેહાના લગ્ન 14 માર્ચ 2017માં વિનોદ બોરસે સાથે થયા હતા. વિનોદ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લગ્ન બાદ નેહા સુરતમાં ડીંડોલી ખાતે શ્યામવીલા રેસીડેન્સીમાં પતિ, સાસુ ચમંગાબેન અને સસરા ભગવાનભાઈ સાથે રહેતી હતી. મૃતકને આ લગ્ન જીવનથી એક દીકરો પણ થયો અને આ દીકરો ચાર વર્ષનો છે. લગ્ન વખતે નેહાને તેના પિયર દ્વારા 10 તોલા સોનું અને બીજો સરસામાન આપવામાં આવ્યો હતો પણ તેમ છતાં લગ્ન પછી નેહા જ્યારે પણ પિયરમાં જતી ત્યારે કહેતી કે તેના સાસુ-સસરા તેમજ પતિ લગ્નમાં તેના માતા પિતાએ ઓછું સોનું આપ્યુ હોવાનું કહીને ટોણા મારે છે અને હજી પાંચ તોલા સોનુ તારા માતા-પિતા પાસેથી લઇ આવ તેવું કહે છે.

નેહાએ તેના પિતા હવે આટલી સગવડ નહી કરી શકે તેમ કહેતા સાસરીયાં તેને શારીરીક અને માનસિક ત્રાસ આપતા. જો કે, દિકરીની ખુશી માટે દોઢેક વર્ષ પહેલા નેહાના પતિને 5 તોલા સોનુ પણ આપ્યું. મુંબઈ ખાતે નેહાની નણંદ રહે છે તે પણ અવાર નવાર સુરત આવતી અને નેહાના સાસુ સસરા અને તેના પતિને ચઢાવતી. તે કહેતી કે, તું ગામડાની છે. તને કંઇ કામ કરતા કે રહેતા આવડતુ નથી. વર્ષ 2022માં જ્યારે નેહા તેના ભાઈના લગ્ન માટે ગઈ હતી, ત્યારે પણ નેહાના પતિએ લગ્નના દિવસે જઈને નેહાને સાથે લઇ જવાની જીદ્દ કરી અને બોલાચાલી પણ કરી.

ત્યારે નેહા રિસાઈ પિયરમાં જ હતી પણ પછીથી વિનોદ તેને લઈ ગયો હતો. ત્યારબાદ નેહાને તેના કોઈ સંબંધીના ત્યાં આવવા જવા દેવામાં પણ નહી આવતી. નેહાના પિતાની કાકીના અવસાન બાદ તેને અંતિમવિધીમાં પણ જવા ન દેવામાં આવી. ત્યારે 14 માર્ચના રોજ નેહાના પિતાને તેની તબિયત સીરીયસ હોવાની જાણ થઈ અને પછીથી તેમણે નેહાના સસરાને ફોન કર્યો તો તેમણે ઉપાડ્યો નહિ. જે બાદ તેમને જાણવા મળ્યુ કે નેહાએ મેરેજ એનિવર્સરીના દિવસે જ આપઘાત કરી લીધો.

Shah Jina