રાજકોટમાં મૃત પતિની શરીરમાં આવે છે એમ કહીને ધુણતો પતિ, બીજી પત્નીને કરતો હેરાન, આખરે કંટાળીને મહિલાએ મોતને વહાલું કરી લીધું, જાણો સમગ્ર મામલો

મૃત્યુ પામેલી પત્ની શરીરમાં આવી છે કહી પતિ ધુણતો ને બીજી પત્નીનું ગળું દબાવતો, પછી……

Woman commits suicide due to husband : આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાની ઘણી ઘટનાઓ આપણી આસપાસ બનતી હોય છે. આવા અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાઈને લોકો લાખો રૂપિયાનું દેવાળું ફૂંકી દેતા હોય છે તો ઘણા કિસ્સાઓમાં કોઈનો જીવ પણ ચાલ્યો જતો હોય છે, છતાં પણ લોકોમાં જાગૃતિ નથી આવતી અને લોકો આવા કામોમાં સપડાતા જાય છે. ત્યારે હાલ એક મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ પતિના ત્રાસના કારણે આપઘાત કરી લીધો હોવાનું સામે આવી રહ્યું છે.

પતિના ત્રાસથી જીવન ટૂંકાવ્યું :

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક તંગીના કારણે આપઘાત કરે છે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે તો ઘણીવાર મહિલાઓ પણ પોતાના પતિ અથવા સાસરિયાના ત્રાસથી આપઘાત કરી લેતી હોય છે. પરંતુ રાજકોટમાં એક મહિલાના આપઘાતનું કારણ જાણીને સૌ કોઈ હેરાન છે. જેમાં મહિલાનો પતિ તેની પહેલી મૃત પત્ની તેના શરીરમાં આવે છે એમ કહીને ધુણતો હતો અને બીજી પત્નીને સતત હેરાન કરતો હતો. જેના કારણે બીજી પત્નીએ પણ મોતને વ્હાલું કરી લીધું.

(પ્રતીકાત્મક તસવીર)

બંનેના હતા બીજા લગ્ન :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલ જયરામ પાર્ક 7માં રહેતી જલ્પાબેન નામની એક પરિણીતાએ સાત દિવસ પહેલા આપઘાત કરીને પોતનાયુ જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે આમ મળે મહિલાના પિતાએ જમાઈ લક્ષ્મણને કારણભૂત જણાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમને પોતાની ફરિયાદમાં જણાવ્યું કે દીકરી જલ્પના પહેલા લગ્ન સુરત રહેતા ગોપાલ સાથે થયા હતા, પરંતુ બંને વચ્ચે મનમેળ ના થવાના કારણે પંદર વર્ષ બાદ છુટા પડ્યા. જેના બાદ તેના બીજા લગ્ન લક્ષ્મણ સાથે કરવામાં આવ્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

મૃતક પત્ની શરીરમાં આવતી હોવાનો પતિનો દાવો :

લક્ષ્મણની પણ પહેલી પત્નીનું અવસાન થઇ ગયું હતું, જેના બાદ તેના આ બીજા લગ્ન હતા. જલ્પાએ આપઘાત કર્યો તેના એક સપ્તાહ પહેલા ઘરે આવીને જણાવ્યું હતું કે પતિ પહેલી પત્ની જે ગુજરી ગઈ છે તેનો ફોટો રાખીને દીવાબત્તી કરે છે. અને પત્ની તેના શરીરમાં આવતી હોય તેમ ધુણવા પણ લાગે છે અને ગુસ્સે થઇ જાય છે. ગુસ્સામાં જ તે જલ્પાનું ગળું દબાવે છે અને માર મારી ત્રાસ પણ આપે છે. તેને જણાવ્યું હતું કે તે છેલ્લા બે મહિનાથી આવું કરે છે. આ વાતથી કંટાળીને 28 જુલાઈના રોજ જલ્પાએ ઝેરી દવા પીને મોતને વહાલું કરી લીધું. ત્યારે આ મામલે આજી ડેમ પોલીસ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel