ખબર

એક યુવતીએ રતન ટાટા માટે એવો શબ્દ વાપર્યો કે, તમારો પણ મગજ જશે

ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટાજીના મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 10 લાખથી પણ વધારે ફોલોઅર્સ થઇ ગયા છે. તેના પર રતનજીએ પોતાની ખુશી વ્યક્તિ કરી હતી. રતનજીએ ખુશી વ્યક્ત કરવાની સાથે કૈપ્શનમા લખ્યું કે,”આ અદ્દભુત ઓનલાઇન પરિવાર છે, જેની સાથે જોડાતી વખતે મેં વિચાર્યું ન હતું. તેના માટે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છુ.”

રતનજીએ કહ્યું હતું કે,”મારું માનવું છે કે આ યુગમાં તમારા દ્વારા બનાવવામાં આવેલા કલેક્શનની ગુણવત્તા કોઈપણ સંખ્યાથી ઘણી વધારે છે. તમારા સમુદાયનો હિસ્સો બનવું અને તમારી પાસેથી શીખવું ખરેખર રોમાંચક છે અને તે મને ખુબ ખુશી આપે છે. મને અપેક્ષા છે કે આપણી આ યાત્રા કાયમ યથાવત જ રહેશે.”

રતનજીની આ પોસ્ટને ચાર લાખથી પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે અને ઘણા લોકોએ રોચક પ્રતિક્રિયાઓ પણ આપી હતી. એવામાં એક યુવતીએ રતનજીની આ પોસ્ટ પર ‘છોટુ’ લખીને કમેન્ટ કરી હતી. યુવતીએ રતનજીની પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું હતું કે,”મુબારક છોટુ.”

છોટું કહેવાની સાથે સાથે આ યુવતિએ દિલવાળી ઈમોજી પણ પોસ્ટ કરી હતી. જેના પછી લોકોએ આપત્તિ જણાવતા આ યુવતીની આલોચના કરી હતી. લોકો યુવતીની આ કમેન્ટ પર નારાજગી વ્યક્ત કરતા તેને આપત્તિજનક અને શર્મનાક કહી રહ્યા હતા. પણ રતનજીએ આ યુવતીના બચાવમાં એવો જવાબ આપ્યો કે તેનાથી દરેકને કંઈક શીખવા મળ્યું છે.

Image Source

રાતનજીએ કહ્યું કે,”આ યુવતિની કમેન્ટ પર નારાજ થવાની કોઈ જ વાત નથી. આપણા બધામાં એક બાળક તો હોય જ છે. આ યુવતીનું સન્માન કરવું જોઈએ. એવામાં એક યુઝરે લખ્યું કે,”તમે એક સાચા વ્યક્તિ છો જ્યારે બીજા એકે લખ્યું કે,”વન્ડરફુલ રિપ્લાઈ સર.”

Image Source

બુધવારના રોજ રતનજીએ ઇન્સ્ટાગ્રામ દ્વારા યુવતીને ટ્રોલ કરનારાઓને જવાબ આપતા કહ્યું હતું કે,” એક માસુમ યુવતીએ કાલે મારા માટે અમુક ભાવનાઓ વ્યક્ત કરી હતી અને મને કમેન્ટમાં છોટુ કહ્યું હતું. તેના માટે આપત્તીજનક ભાષાઓનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેનું અપમાન કરવામાં આવ્યું હતું. આખરે યુવતીએ પોતાની ભાવનાઓ ડીલીટ કરી નાખી હતી. પણ મને અપેક્ષા છે કે તે આગળ પણ કમેન્ટ કરશે.” રતનજીના આ જવાબને ઇન્સ્ટાગ્રામ પર ખુબ પ્રશંસા મળી રહી છે.

Image Source

જણાવી દઈએ કે રતનજીના ઇન્સ્ટાગ્રામ પર જોડાવાના માત્ર પાંચ મહિના જ થયા છે. 82 વર્ષના રતનજી ઓક્ટોબર 2019 માં ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયા હતા. તેમણે માત્ર 5 મહિનામાં જ 17 પોસ્ટ દ્વારા 10 લાખથી પણ વધારે ફોલોઅર્સ બનાવી લીધા હતા. આ સિવાય ટ્વીટર પર તેના 70.77 લાખ જેટલા ફોલોઅર્સ છે.

અમુક સમય પહેલા તેમણે ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મુર્તિના હાથે લાઈફટાઈમ અચિવમેન્ટ ઍવોર્ડથી સન્માનિત થવાની તસ્વીર શેર કરી હતી. તસ્વીરમાં તેમને નારાયણ મૂર્તિને પગે લાગતા જોઈ શકાય છે. બંન્નેની ઉંમરમાં માત્ર 9 વર્ષનું જ અંતર છે. નારાયણ મૂર્તિ 73 વર્ષના તો રતનજી 82 વર્ષના છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ