ટ્રેનની ઉપર ચઢવા જતી હતી આ મહિલા, ઉપર બેઠલા લોકો પણ કરી રહ્યા હતા મદદ, ત્યારે જ થયું કંઈક એવું કે જોઈને હેરાન રહી જશો… જુઓ વીડિયો

ઇન્ટરનેટની દુનિયામાં આજે કોઈપણ ઘટના વાયરલ થતા વાર નથી લાગતી, ઘણા લોકો એ તકમાં જ હોય છે કે તેમના કેમેરામાં અવનવી ઘટનાઓ કેદ થઇ જાય અને તેનો વીડિયો બનાવીને વાયરલ કરી દેવાય. તમે આવા ઘણા વીડિયો જોયા જ હશે, જેમાં લોકો ઉતાવળમાં સ્ટેશનો પર ટ્રેનના પાટા ઓળંગતા અથવા ટ્રેનના દરવાજા પર લટકીને સેલ્ફી લેતા જોવા મળે છે, જેનો અંત ઘણી વખત ખૂબ જ ખતરનાક સાબિત થાય છે, તેમ છતાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે. હવે આ તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોને જ લઈ લો, જેમાં ટ્રેનની ટોચ પર ચડતી એક મહિલા વીડિયોમાં ટ્રેનની છત પર ચઢવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.

હાલમાં જ વાઈરલ થઈ રહેલો આ વિડીયો જેટલો હસાવી રહ્યો છે તેટલો જ ચોંકાવનારો પણ છે. રેલવે સ્ટેશનો પર લોકો ઘણીવાર ઉતાવળમાં જોવા મળે છે.  આવું માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ થાય છે. તાજેતરમાં વાયરલ થયેલો આ વીડિયો જોઈને તમે આનો અંદાજ લગાવી શકો છો. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલો આ વીડિયો બાંગ્લાદેશનો જણાવવામાં આવી રહ્યો છે, જેમાં એક મહિલા ટ્રેનની છત પર ચઢવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટ્રેન લોકોથી ખીચોખીચ ભરેલી છે. આ દરમિયાન લોકો માત્ર ટ્રેનની અંદર જ નહીં, પરંતુ ટ્રેનની છત પર પણ બેઠેલા જોવા મળે છે અને કેટલાક ચઢવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. વીડિયોમાં એક મહિલા પણ ટ્રેનની છત પર બેસવા માંગે છે, જેના માટે તે પોતાની યુક્તિ અજમાવી રહી છે. પહેલા મહિલા બારીમાંથી ચડવાની કોશિશ કરી રહી છે. આ દરમિયાન એક પુરુષ તેનો હાથ પકડીને તેને ખેંચવાનો પ્રયાસ કરે છે કે મહિલાનું સંતુલન ખોરવાઈ જાય છે. આ દરમિયાન એક પોલીસકર્મી ત્યાં પહોંચ્યો, અને મહિલાને ચઢતા અટકાવી.

 

View this post on Instagram

 

A post shared by Vidyadhar Jena (@fresh_outta_stockz)

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે. સાથે જ આ વીડિયોને ત્રણ લાખથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. વીડિયો જોનારા યુઝર્સ અલગ-અલગ પ્રકારના ફની રિએક્શન આપી રહ્યા છે.

Niraj Patel