એવું કહેવામાં આવે છે કે પ્રેમને ઉંમર અને નાત જાતના બંધનો નડતા નથી, એવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે કે જેમાં બંનેમાંથી એક પાત્ર વચ્ચેની ઉંમરમાં ઘણો તફાવત હોય છે. ભલે આવા સંબંધોને સમાજ સ્વીકારતો નથી છતાં પણ આવા સંબંધો બંધાતા હોય છે, પરંતુ આજે અમે તમને એક એવા સંબંધ વિશે જણાવવાના છીએ જે સાંભળીને જ તમે હચમચી જશો. હા, એક છોકરીને માણસ અથવા પશુ તો દૂર પરંતુ એક ભૂત સાથે સંબંધો હતા. આ વાતની કબૂલાત તેને પોતે જ કરી હતી.

આ ઘટના ઇંગ્લેન્ડમાંથી સામે આવી છે. ઇંગ્લેન્ડની એક મહિલાને ના ફક્ત ભૂતો સાથે સંબંધો હતા પરંતુ તે તેની સાથે વિદેશમાં રજાઓ માણવા માટે પણ ચાલી ગઈ હતી. પરંતુ હવે લાંબા સમયથી ચાલી રહેલા આ સંબંધને તે તોડવા માંગે છે. એમથિસ્ટ રીલમનામની આ મહિલાએ દાવો કર્યો છે કે તે ભૂત સાથે સિરિયસ રિલેશનમાં છે. થોડા સમય પહેલા તો તેને એમ પણ કહ્યું હતું કે તે ભૂતના બાળકની માતા બનવા માંગે છે. પરંતુ હવે એમથિસ્ટનું કહેવું છે કે તે આ સંબંધને ખતમ કરવા માંગે છે.

વર્ષ 2018માં એમથિસ્ટ રિલમે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે તે છેલ્લા ઘણા વર્ષોથી ભૂત સાથે સંપર્કમાં રહી છે. તેને ભૂતની સાથે રોમેન્ટિક સંબંધો પણ બનાવ્યા છે. પરંતુ હવે રિલમે ખુલાસો કર્યો છે કે તેના અને ભૂતના લગ્ન નહીં થાય. કારણ કે હવે બંનેનો સંબંધ ખતમ થઇ ગયો છે. રિલમે કહ્યું કે: “અમે બંને રજાઓ ઉપર થાઈલેન્ડ ગયા હતા. પરંતુ રજાઓ માણીને જયારે પરત ફર્યા ત્યારે ભૂતનો વ્યવહાર સંપૂર્ણ રીતે બદલાઈ ગયો હતો.” રિલમે એમ પણ જણાવ્યું કે: “મને લાગે છે કે તેને હવે કોઈ બીજા સાથે પ્રેમ થઇ ગયો છે.”

ભૂતની સાથે પ્રેમનો દાવો કરનારી એમથિસ્ટ રિલમે જણાવ્યું કે તેને જે ભૂત સાથે પ્રેમ થયો હતો તે તેના ઘરે ઘણી બીજી આત્માઓને પણ લઈને આવતો હતો અને ઘણા દિવસો સુધી તે રોકાતો હતો. તે લોકો ડ્રગ્સ પણ લેતા હતા અને પાર્ટી કરતા હતા.

રિલમે એમ પણ કહ્યું કે જે આત્માઓને ભૂત તેના ઘરે લાવ્યો હતો તે અજીબ પ્રકારનો અવાજ કરતી હતી. એવામાં કંટાળીને તેને એકલા રહેવાનો નિર્ણય કરી લીધો અને અમારો સંબંધ પણ પૂર્ણ કરી દીધો.
‘It was going really well until we went on holiday … and then he completely changed’
After Amethyst met and fell in love with ghost Ray, they’ve now decided to part ways after he began acting oddly.
Watch the full chat on the ITV Hub 🕙👉https://t.co/Q7IV485mUn pic.twitter.com/sLkpArOkUr
— This Morning (@thismorning) October 14, 2020