અનોખુ સેલિબ્રેશન! કેક કાપી, વેડિંગ ડ્રેસ ફાડ્યો, પાર્ટી કરી..મહિલાએ ‘હેપ્પી ડિવોર્સ’ કહી છૂટાછેડાની કરી ઉજવણી

દરેક વ્યક્તિએ લગ્નની ઉજવણી તો જોઈ જ હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈને છૂટાછેડાની ઉજવણી કરતા જોયા છે? આ દિવસોમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર દરરોજ લગ્ન સંબંધિત અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈ લોકો ચોંકી ગયા છે. આ વીડિયોમાં એક મહિલા તેના છૂટાછેડાની ઉજવણી કરી રહી છે.

‘હેપ્પી ડિવોર્સ’ લખેલી કેક કાપી

વીડિયોમાં મહિલા ‘હેપ્પી ડિવોર્સ’ લખેલી કેક કાપતી જોઈ શકાય છે. તેમજ પાછળ ‘હેપ્પી ડિવોર્સ’ લખેલું બેનર પણ લાગેલું છે. મહિલાએ માત્ર કેક જ નહીં કાપી, પરંતુ કાતરથી તેનો વેડિંગ ડ્રેસ પણ કાપી નાખ્યો અને તેના લગ્નના ફોટા પણ ફાડી નાખ્યા. આ કરતી વખતે તે ખૂબ જ ખુશ દેખાતી હતી. વીડિયોમાં મહિલા તેના લગ્નના ડ્રેસને કાતરથી કાપતી જોવા મળી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલાએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. વર્ષ 2024માં તેમના છૂટાછેડા થઈ ગયા અને ચાર વર્ષમાં જ બંને અલગ થઈ ગયા.

આ અનોખા સેલિબ્રેશન પર સોશિયલ મીડિયા યૂઝર્સ તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે, “જો કોઈને ટોક્સિક સંબંધોથી આઝાદી મળી છે, તો તે સેલિબ્રેટ કરવા લાયક છે.” અન્ય એક યુઝરે કહ્યું કે, “અહિંયા મહિલા ઉજવણી કરી રહી છે, ત્યારે ક્યાંક તેનો ભૂતપૂર્વ પતિ શોક મનાવી રહ્યો હશે.” આ વાયરલ વીડિયોએ ચર્ચા જગાવી છે. શું છૂટાછેડાની ઉજવણી એ ઝેરી સંબંધોથી સ્વતંત્રતાનું પ્રતીક છે? કે પછી તે સમાજમાં બદલાતા વલણની નિશાની છે? જે પણ હોય, આ વીડિયો લોકોને વિચારવા મજબૂર કરી રહ્યો છે.

Twinkle