સુરતમાં ‘શિતલ આન્ટી’ દીકરા જોડે ડુમસ રોડ પર કરતી હતી એવો ખરાબ ધંધો કે જાણીને હોંશ ઉડશે એ પાક્કું

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ ઝડપાવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. લોકો યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવી તેમને બરબાદ કરવાનો વેપલો ચલાવતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ ઝડપાવવાના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ના સંકલ્પ સાથે કામ કરતી સુરત પોલિસે ઘણા ડ્રગ્સના કાળા ધંધા ઝડપી પાડ્યા છે. ત્યારે હાલમાં વધુ એક મોટી સફળતા સુરત પોલિસને મળી છે. સુરતના ડુમસ રોડ પરથી માતા-પુત્ર ચરસના જથ્થા સાથે ઝડપાયા હતા અને ત્યારબાદ નવસારી સ્થિત તેના ઘર પર તપાસ કરવામાં આવી હતી.

આ તપાસમાં દોઢ કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો અને જાણવા મળ્યુ કે મહિલાના ઘરે કુરિયરના ઘણા પાર્સલ આવ્યા હતા. ધરપકડ બાદ કુરિયરમાં એક પાર્સલ આવતા તેમાં પણ ડ્રગ્સ જ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી. ત્યારે મહિલાની ગેરહાજરીમાં ઘણા પાર્સલ આવતા હતા અને મહિલા ફોન કરી પાડોશીઓ પાસે પાર્સલ પણ છોડાવતી હતી. આ ખુલાસો ધરપકડ બાદ થયો હતો. મહિલા અને તેના પરિવારજનોની ધરપકડ થયા બાદ તેના ઘર પર પાર્સલ આવતા પોલીસે પાર્સલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

ડ્રગ્સની હેરાફેરી મામલે સુરત પોલીસે માતા-પુત્રની ધરપકડ કરી હતી અને તે પછી નવસારી પોલીસે તેમના ઘર પર તપાસ કરી પિતા-પુત્રની પણ ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી સુરત શહેર પોલીસ કમિશનરના અજય તોમરની આગેવાની હેઠળ શહેરમાં “no drugs in surat city “અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં પોલિસ દ્વારા ઘણા કાંડ પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે શહેર પોલીસને નશાનો કાળો કારોબાર કરતા તત્વોને ઝડપી પાડવામાં પણ વધુ એક મોટી સફળતા હાથ લાગી છે.

માતા-પુત્રને સુરતના ડુમસ રોડ પર આવેલ લકઝરીય હબ ટ્રેક પાસેથી 235 ગ્રામ ચરસના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉત્સવ સાંગાણી અને તેની માતા શીતલની ધરપકડ પણ કરવામાં આવી હતી. બંને પાસેથી તે સમય દરમિયાન ચરસનો જથ્થો, રોકડ રકમ સહિત એક મોપેડ મળી 1,13,343 રૂપિયાની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમની ધરપકડ બાદ નવસારીના જલાલપોર ખાતે આવેલા તેમના ઘરે એટલે કે ધર્મનંદન એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 304 ખાતે પણ જિલ્લા એલસીબી સાથે સંકલન સાધી સુરત ક્રાઈમ બ્રાન્ચે છાપો માર્યો.

આ દરમિયાન આરોપી મહિલાનો પતિ અને તેનો અન્ય એક દીકરો દર્શન મળી આવ્યા. તેમના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ અને ત્યારે 1560 ગ્રામ ચરસનો જથ્થો અને રોકડા રૂપિયા 1,95,300 મળી આવતા કબ્જે કરવામાં આવ્યા હતા. આ સિવાય ઘરમાંથી ડિજિટલ વજન કાંટા, ચરસના જથ્થા ના ખાલી પેકિંગનું મટીરીયલ, પ્લાસ્ટિકની થેલી સહિતનો સરો-સામાન મળી આવ્યો હતો. શીતલ, તેનો પતિ અને તેના 2 પુત્રોની ધરપકડ કરવામાં આવી હતી અને 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

 

પોલિસ તપાસમાં સામે આવ્યુ કે, મહિલા હિમાચલ પ્રદેશથી પોતાના મળતીયા દ્વારા ચરસનો જથ્થો મંગાવે છે.જ્યાં નવસારી ખાતેના મકાનમાં ચરસનો જથ્થો સંગ્રહ કરી રાખી સુરત શહેરના હાર્દ સમાન પોશ વિસ્તારમાં યુવાઓને વેચાણ કરે છે. ઉલ્લેખનીય છે કે, હાલ સાંગાણી પરિવાર પાસેથી 1801.620 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ પરિવારની પૂછપરછમાં ઘણા આરોપીઓના નામ સામે આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. પોલિસ તપાસમાં એ પણ સામે આવ્યુ હતુ કે, શીતલની ગેરહાજરીમાં ઘણા કુરિયર આવતા હતા અને તે ફોન કરી પાડોશીઓ દ્વારા તે પાર્સલ પણ છોડાવતી હતી. ત્યારે હવે પાર્સલની તપાસ બાદ ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે.

Shah Jina