ઘણા લોકો એવા પણ હોય છે જે બીજા કોઈની નંબર પ્લેટ લગાવીને ફરતા હોય છે, પરંતુ તે કોઈપણ રીતે પકડાઈ જાય છે. હાલ મુંબઈની અંદરથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલા રતન ટાટાની કારની નંબર પ્લેટ લગાવીને ફરતિ ઝડપાઇ હતી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

આ મહિલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ટ્રાફિકના નિયમોનો ભંગ થતા આ કારનું ચલણ રતન ટાટાના ઘરે મોકલવામાં આવ્યું. આરોપી મહિલાએ પોતાની કાર ઉપર રતન ટાટાની કારનો નંબર વાપર્યો હતો.
તો આ બાબતે મહિલાનું કહેવું હતું કે તેને આ વાતની કોઈ જાણકરી જ નથી કે પોતાની કારમાં જે નંબર લાગેલો છે તે રતન ટાટાની કારનો નંબર છે. આ મહિલાના જણાવ્યા અનુસાર તેને કોઈ જ્યોતિષે આ ખાસ નંબરની નંબર પ્લેટ લગાવવાનું કહ્યું હતું. જેના કારણે તે મહિલા પોતાની કાર ઉપર આ નંબર પ્લેટનો ઉપયોગ કરી રહી હતી.

પોલીસે આ મહિલા વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. મુંબઈ પોલીસના ઓફિસરોના જણાવ્યા અનુસાર તે રાતનો સમય હતો, અને મહિલા હોવાના કારણે તેને તાત્કાલિક પુછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી નહોતી. તેને બુધવારના રોજ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પુછપરછ કર્યા બાદ આ મહિલાની ધરપકડ પણ કરવામાં આવી શકે છે. હાલમાં મુંબઈ પોલીસ દ્વારા આરોપી મહિલા વિરુદ્ધ આઇપીસીની કલમ 420 અને 465 અંતર્ગત મામલો દાખલ કરી લીધો છે.

પોલીસના જણાવ્યા અનુસાર રતન ટાટા ઉપર ટ્રાફિક નિયમોના ઉલ્લઘન વિરુદ્ધ દંડ લગાવવામાં આવ્યો હતો. જો કે તેમને ટ્રાફિકના કોઈ નિયમનું ઉલલંઘન નથી કર્યું. હાલમાં જ વર્લીની અંદર ટ્રાફિક નિયમોના ઉલ્લઘન માટે રતન ટાટાને ઈ ચલણ મોકલવામાં આવ્યું હતું. તો આ બાબતે ટાટાના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની કારે કોઈ ટ્રાફિકના નિયમનું ઉલ્લઘન નથી કર્યું.
હવે આ મામલો ગંભીર થવાના કારણે પોલીસ સીસીટીવી ફુટેજને પણ ફંફોસવાનું શરૂ કરી દીધું છે જ્યાંથી ઈ-ચલણ કાપવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં એ સામે આવ્યું છે કે કાર દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરવામાં આવ્યું છે. જેના ઉપર રતન ટાટાની કારનો નંબર લાગેલો હતો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મહિલા પોતાની કાર ઉપર રતન ટાટાની કારનો નંબર લગાવીને ફરતી હતી.

પોલીસ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર એ કાર સુધી પહોંચવામાં પણ સક્ષમ રહી છે. કાર એક કંપની સાથે જોડાયેલી છે જેની માલિક એક મહિલા છે. તે મહિલાની કંપની વિરુદ્ધ મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે. પોલીસે મોટુંગા પોલીસ સ્ટેશનમાં કારને જપ્ત કરી લીધી છે.