ન્હાવા માટે કરી રહી હતી ગરમ પાણી અને અચાનક આ મહિલાનું થયું મૃત્યુ- ચેતી જજો

દેશભરમાંથી તમને ઘણીવાર એવા કિસ્સા સાંભળવા મળશે કે કોઇ વ્યક્તિની કરંટ લાગવાથી દર્દનાક મોત થઇ ગઇ અથવા તો કોઇ પાણી ગરમ કરી રહ્યુ હતુ અને અચાનક કરંટ લાગવાથી તેની ખૂબસુરત જીવનનો અંત આવી ગયો. ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે. થોડી બેદરકારીથી સુંદર જીવન જીવતી મહિલા ક્ષણભરમાં કાળમાં સમાઇ ગઇ. હંમેશની જેમ તે મહિલા કડકડતી ઠંડીમાં ન્હાવા માટે બાથરૂમમાં પાણી ગરમ કરી રહી હતી. પાણી ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક રોડ લાગેલો હતો. તેણે ન્હાવા માટે બાથરૂમ બંધ કર્યો પરંતુ તે પછી તે બહાર આવી જ ના શકી, અને બાથરૂમથી બહાર આવી તેની લાશ. પાણી ગરમ કરી રહી મહિલાની કરંટ લાગવાથી મોત થઇ ગઇ.

પ્રતિકાત્મક તસવીર

આ ઘટના યુપીના અલીગઢમાં જટ્ટારી કસ્બા ક્ષેત્રની નજીક ગ્રામ ગૌરૌલાની છે. જે મહિલાનુ મોત થયુ છે તેનું નામ પ્રિયંકા છે. પ્રિયંકા ગૌરૌલા ગામના પ્રધાન યાદવેંદ્રસિંહ ઉર્ફે યાદુની પત્ની હતી. જેની બાથરૂમમાં વીજળીનો કરંટ લાગવાને કારણે મોત થઇ ગઇ. બાથરૂમનો ગેટ તોડી લાશને બહાર કાઢવામાં આવી હતી. લગભગ 5-6 કલાક બાદ પ્રિયંકાના ડેડ બોડીમાં હલચલ જોઈ પરિવારજનો તેને દિલ્હી લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. પરિવારના જણાવ્યા અનુસાર, બાથરૂમમાં પાણી ઇલેક્ટ્રિક રોડથી ગરમ થઈ રહ્યું હતું. ત્યારબાદ પ્રિયંકા નહાવા માટે બાથરૂમમાં ગઈ અને તેને વીજ કરંટ લાગ્યો જેના કારણે તેનું મોત થયું.

પ્રતિકાત્મક તસવીર

થોડા સમય પછી પ્રિયંકાની 5 વર્ષની દીકરી લવિકાએ તેની માતાને કપડા પહેરવા માટે બોલાવી, પરંતુ અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં. લવિકાએ તેની દાદી ગુડ્ડી દેવીને આ વાતની જાણ કરી હતી. દાદીએ ત્યાં પહોંચીને બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો, જ્યારે બાથરૂમમાંથી કોઈ અવાજ આવ્યો નહિ, ત્યારે તે અવાજ સાંભળીને જોરથી ચીસો પાડવા લાગ્યા, આ અવાજ સાંભળી પરિવારના સભ્યો દોડી આવ્યા અને દરવાજો તોડી પ્રિયંકાને બાથરૂમની બહાર કાઢવામાં આવી. ગંભીર હાલતમાં પરિવાર તેને કૈલાશ હોસ્પિટલમાં લઈ ગયો જ્યાં ડોક્ટરોએ પ્રિયંકાને મૃત જાહેર કરી.

પ્રધાન યાદવેન્દ્ર સિંહ 31 ડિસેમ્બરે વૈષ્ણોદેવીના દર્શન કરવા ગયા હતા. પ્રિયંકાના મોતના કારણે ઘરમાં હોબાળો મચી ગયો હતો. તેના ઘરની બહાર આશ્વાસન આપનારાઓનો ધસારો હતો, પરંતુ ત્યારપછી લગભગ પાંચ-છ કલાક બાદ પ્રિયંકાના મૃતદેહમાં હલચલ જોતા પરિવાર તેને દિલ્હી લઈ ગયો હતો પરંતુ ત્યાં પણ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હસતો પરિવાર આક્રંદમાં ફેરવાઈ ગયો હતો.

Shah Jina