મહીસાગરમાં મહિલાએ જેવો ઘરની બહાર પગ મુક્યો કે તેને મળ્યું દર્દનાક મૃત્યુ…પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો

ગુજરાતમાં હવે વરસાદી માહોલ બની ગયો છે અને અનેક ઠેકાણે વરસાદ પણ ચાલુ થઇ ગયો છે. ત્યારે હવે લોકોને ધીમે ધીમે ગરમીથી રાહત પણ મળી છે. લગભગ બે દિવસ પહેલા ગુજરાતના મહિસાગરમાં સાંજે 6 વાગ્યે ભારે વરસાદ વરસ્યો હતો અને ગોઠીબડા ગામમાં સૂકીદેવીના ફળિયામાં વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં એક મહિલાનું મોત નિપજ્યુ હતુ અને ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

જે મહિલાનું મોત નિપજ્યુ તેઓ વરસાદને કારણે તેમના પશુને ઘરમાં લાવવા માટે નીકળ્યા હતા અને આ સમયે જ અચાનક વીજળી પડી હતી અને તેઓ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.મૃતક મહિલા 42 વર્ષિય શિવિબેન છે. તેઓ ભેંસને વરસાદને કારણે ઘરમાં લાવવા જતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.

શિવિબેનના મોતને લઇને પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. આ ઉપરાંત  લુણાવાડામાં વીજળી પડતા બે પશુઓના પણ મોત નિપજ્યા છે. મોરબીના હળવદમાં મુશળધાર વરસાદને કારણે દીવાલ ધરાશાયી થઇ હતી અને એક પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. એક બાજુ વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છે ત્યાં બીજી બાજુ વરસાદને કારણે કેટલાક પરિવારમાં માતમ છવાયો છે.

રાજ્યના 70 તાલુકામાં રવિવાર સવારે 6 વાગ્યાથી લઇને રાત્રે 10 વાગ્યા સુધી વરસાદ વરસ્યો હતો. મહિસાગરના સંતરામપુરમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો, જે સૌથી વધુ છે. વરસાદની વાત કરીએ તો, હાલ તો સમગ્ર રાજયમાં વરસાદી માહોલ સર્જાયેલો છે. જ્યાં જુઓ ત્યાં ક્યાંક વરસાદી માહોલ બનેલો છે તો ક્યાંક વરસાદ વરસી રહ્યો છે.

Shah Jina