આખી રાત 5 ગળુ કપાયેલ લાશ પાસે બેસી રહી આ કાતિલ હસીના, 10 વર્ષ નાના બોયફ્રેન્ડ માટે છરાથી પતિ-બાળકોની કરી હત્યા, હવે કોર્ટે સંભળાવી એવી સખ્ત સજા

શું તમે વિચારી શકો છો કે કોઇ મહિલા એટલી બેરહેમ હોઇ શકે કે તે તેના પતિ અને 4-4 બાળકોની હત્યા કરાવી દે ? આવો જ એક મામલો સામે આવ્યો હતો, જેમાં અદાલત દ્વારા આરોપી મહિલા અને તેના પ્રેમીને દોષી માનવામાં આવ્યા છે અને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. આ મામલો લગભગ સાડા પાંચ-છ વર્ષ જૂનો છે, જેમાં રાજસ્થાનના અલવરના શિવાજી પાર્ક પોલિસ સ્ટેશન ક્ષેત્રની કોલોની શિવાજી પાર્કમાં પતિ અને 4 બાળકોની હત્યા કરવામાં આવી હતી.

સરકાર દ્વારા નિયુકત એડવોકેટે જણાવ્યુ કે 2-3 ઓક્ટોબર 2017ની રાતે શિવાજી પાર્ક વિસ્તારમાં 4 બાળકો સહિત 5 લોકોની હત્યા થઇ હતી. આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું હતું. આ કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ સીરીયલ નંબર બે રેણુ શ્રીવાસ્તવે આરોપી મહિલા સંધ્યા ઉર્ફે સંતોષ અને તેના પ્રેમી હનુમાનને કલમ 302, 460, 120 અને 201 હેઠળ દોષિત ઠેરવી સજા સંભળાવી છે. સંતોષ ઉર્ફે સંધ્યા અને તેના પ્રેમી હનુમાનને કલમ 302 અને 120બી હેઠળ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે,

જ્યારે કલમ 460માં 10 વર્ષની અને કલમ 201માં ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેમણે કહ્યું કે જે પ્રકારની જઘન્ય હત્યા છે તેમાં આ પ્રકારની સજા પણ પૂરતી નથી, તેથી જયપુર હાઈકોર્ટની ડિવિઝન બેંચમાં ફાંસીની સજા વિરુદ્ધ અપીલ કરવામાં આવશે. આ નિર્ણયને કારણે કોર્ટ પરિસરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને લોકો એકઠા થયા હતા અને તમામની નજર આ કેસના નિર્ણય પર હતી. આ હત્યા કેસમાં 77 સાક્ષીઓ હતા અને 379 દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.

શિવાજી પાર્કમાં ભાડાના મકાનમાં રહી રહેલા કઠૂમરના ગારૂ નિવાસી 36 વર્ષિય સંતોષ ઉર્ફે સંધ્યાના પતિ બનવારી લાલ, દીકરો અમન, હેપ્પી ઉર્ફે હિમેશ, અજ્જુ, બનવારીના ભાઇ મુકેશનો દીકરો નિતિન ઉર્ફે નિક્કીની હત્યા થઇ હતી. પોલિસે આ ઘટનાનો ખુલાસો 7 ઓક્ટોબરે કર્યો હતો, જેમાં મૃતક બનવારી લાલની પત્ની સંતોષ અને તેનો પ્રેમી હનુમાન પ્રસાદ તેમજ હત્યામાં સામેલ બે કિશોરની ધરપકડ કરવામાં આવી હતી.

ઘટના પહેલા પરિવારને રાત્રે ખાવામાં ઊંઘની ગોળીઓ પીસી આપવામાં આવી હતી અને તે બાદ સંતોષે ઘરનો દરવાજો ખોલ્યો અને હનુમાને તેના બે સાથીઓ સાથે મળી પહેલા બનવારી અને અમનની ચાકુથી હત્યા કરી અને એવામાં જ બીજો છોકરો જાગવા લાગ્યો તો તે લોકોએ તેનું પણ ગળુ કાપી નાખ્યુ. આ આખો ઘટનાક્રમ સીડી પર ઊભેલી સંતોષ જોતી રહી.

પાંચેયની હત્યા બાદ સંતોષે પ્રેમી હનુમાનને સ્કૂટીની ચાવી આપી અને સ્કૂટી મંડી મોડ પાસે ઊભી કરી દીધી. તે બાદ તે રેલવે સ્ટેશન પહોંચ્યા અને અહીંથી ઓટોથી રાજગઢ ગયા. ફિઝિકલ ટીચરની ટ્રેનિંગ કરી રહેલ પ્રેમી હનુમાન ટ્રેનથી ઉદયપુર પહોંચ્યો હતો. સંતોષ માર્શલ આર્ટ શીખવા માટે જોહડા સ્થિત તાઈક્વાંન્ડો એકેડમીમાં જતી હતી અને અહીં તેની ઓળખ હનુમાન પ્રસાદ સાથે થઈ હતી અને બંને વચ્ચે અનૈતિક સંબંધો બંધાયા હતા.

પતિ બનવારી અને મોટા પુત્ર અમનને આ વાતની જાણ થતાં જ આ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. સરકાર દ્વારા નિયુક્ત એડવોકેટે જણાવ્યુ કે આ જઘન્ય હત્યાકાંડ છે અને આવી રીતમાં સજા પર્યાપ્ત નથી. આ માટે જયપુર હાઇકોર્ટની ખંડપીઠમાં ફાંસીની સજાની અપીલ કરવામાં આવશે.

Shah Jina