આવી માથાભારે પત્ની કોઈને ના મળે હો બાપા.. પતિ સાથે ઝઘડો થયો તો સુવાના બેડ ઉપર જ ઈંટોની દીવાલ ચણી નાખી, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર ઘણા ફની વીડિયો વાયરલ થતા હોય છે જેમાં એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણે પણ પેટ પકડીને હસવા માટે મજબુર થઇ જઈએ. સોશિયલ મીડિયામાં પતિ પત્નીના વીડિયો પણ વાયરલ થતા હોય છે અને ઘણીવાર પતિ પત્નીનો એવો ઝઘડો જોવા મળે છે કે જોવામાં પણ મજા આવતી હોય છે. હાલ એવો જ એક વીડિયો દર્શકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વીડિયોમાં એક મહિલા તેના પલંગ પર ઈંટની દિવાલ બનાવતી જોવા મળે છે. આ વીડિયો એટલો ફની છે કે તેને જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો. સોશિયલ મીડિયા પર પણ આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પલંગ પર બેઠેલી ગુસ્સે થયેલી પત્ની પોતાની અને તેની બાજુમાં બેઠેલા પતિ વચ્ચે ઈંટની દિવાલ બનાવી રહી છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહિલા આ દિવાલ મજબૂત કરવા માટે ઈંટો અને સિમેન્ટથી બનાવી રહી છે. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે પત્ની કોઈ મોટી વાતને લઈને નારાજ થઇ છે અને પતિ પણ બિચારો અદબ વાળી અને શાંત બેસી અને પત્નીને દીવાલ ચણતી જોઈ રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર મિયાં બીવીની આ લડાઈનો વીડિયો rising.teching પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને લાખો લોકોએ જોયો છે. આ વીડિયોને લગભગ હજારો લોકોએ લાઈક પણ કર્યો છે. આ સાથે જ મોટી સંખ્યામાં લોકોએ આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે. આ વીડિયો સ્ક્રિપ્ટેડ પણ હોઈ શકે છે. આ વીડિયોની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતું પરંતુ લોકોને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel