ખરીદી કરવી કોને પસંદ નથી, ખાસ કરીને મહિલાઓને ખરીદી પ્રત્યે ખાસ લગાવ હોય છે. ઘણી વાર એવું બનતું હોય છે કે, જેને સાંભળીને લોકો હેરાન થઇ જાય છે તો ઘણી વાર એવું બનતું હોય છે કે, જે જોઈને હેરાન થઇ જવાય છે. આજે એક એવો મામલો સામે આવ્યો છે જેને સાંભળીને તમે ખુદ હેરાન થઇ જશો.

ચીનના યુનાનના રઇલી શહેરમાં એક મહિલા જવેલરી શોપમાં શોપિંગ કરવા ગઈ હતી. તે એક બંગડી જોઈ રહી હતી. બંગડી જોતા સમયે તેના હાથમાં રહેલી બંગડી નીચે પડતા તૂટી ગઈ હતી. તમને લાગશે કે આ બંગડી તૂટી ગઈ એમાં શું મોટી વાત હોય પરંતુ હવે જ ચોંકાવનારૂ છે.

જયારે આ મહિલાએ આ બંગડીનો ભાવ પૂછ્યો તો તેની ભાવ સાંભળીને હેરાન થઇ ગઈ હતી. આ બંગડીની કિંમત અધધ… 28 લાખ રૂપિયા હતી. આ મહિલા આ ભાવ સાંભળીને જ બેહોશ થઇ ગઈ હતી. આ બંગડી કિંમતી પથ્થરથી બનેલી હતી. આ બંગડી નીચે પડતા તેના ચાર ટુકડા થઇ ગયા હતા. આ મહિલાને બેહોશીની હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેનો ઇલાજ કરવામાં આવ્યો હતો. મહિલા પાસેથી પૈસા વસુલવાની વાત ચાલી રહી છે.

આપણે ઘણી વાર સાંભળતા હોય છે કે, વસ્તુ જોતા સમયે ઘણીવાર તૂટી જાય છે. પરંતુ આટલી મોંઘી કિંમતની વસ્તુ તૂટી જવાથી મહિલા બેહોશ થઇ સ્ટે આશ્ચર્યજનક છે. ઘણી વાર બાળકો વસ્તુ તોડવાના કારનામા કરતા હોય છે પરંતુ મોટેરા કરે એટલે થોડું વિચિત્ર લાગે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.