ખબર

એક મહિલાએ ZOMATO માંથી કર્યો હતો ખાવાનો ઓર્ડર,ડિલિવરી બોયે એવું કર્યું કે મહિલાને રડવાનો વારો આવ્યો

આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં આપણે ઓફિસ પર ટિફિન લઇ જવાને બદલે હવે કોઈ ફૂડ ડિલિવરી એપ અથવા મનગમતા રેસ્ટરોન્ટ પરથી ઓર્ડર કરી આપણે જ્યાં પણ હોઈએ ત્યાં ખાવાનું મંગાવી શકીએ છીએ.સામાન્ય રીતે ફૂડ ડિલિવરી બોય આપણા ઘર કે ઓફિસ સુધી ખાવાનું પહોંચાડવાનું કામ કરે છે, પરંતુ પુણેમાં રહેતા એક કપલ સાથે એવો બનાવ બન્યો જેને સાંભળી બધા આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

પુણેના કાર્વ રોડ પર રહેતી વંદના શાહે 7 ઓક્ટોબરના સોમવારે બપોરે ઝોમેટોમાંથી ખાવાનું મંગાવ્યું હતું. ખાવાનું લઇ અને ડિલિવરી મેન તુષાર જયારે તેના ઘરે પહોંચ્યો ત્યારે વંદના ઘરની અંદર હતી અને તેનો બીગલ ડોગ દરવાજાની બહાર રમી રહ્યો હતો. થોડા સમય પછી જયારે વંદનાની નજર બહાર પડી તો તેનું કૂતરું તેને ત્યાં દેખાયું નહીં. તેને આજુબાજુ નજર કરી સાથે આસપાસમાં પૂછતાછ કરી હતી. અંતે તે પોલીસ સ્ટેશન પહોંચી તેના કૂતરાની ગૂમ થવા અંગે જાણ કરી હતી. પરંતુ ત્યાંથી તેને ફક્ત આશ્વાસન મળ્યું હતું.

વંદનાના ઘરની બહાર એક ફૂડ આઉટલેટ છે ત્યાં પૂછતાછ કરતા વંદનાને ખબર પડી કે ઝોમેટો ફૂડ ડિલિવરી બોય તેનાએ પાલતુ કૂતરાને તેની સાથે લઇ ગયો હતો. સોશિયલ મીડિયા પર આ કુતરાનો ફોટો વાયરલ થયો હતો.
વંદનાએ તે ફૂડ ડિલિવરી બોયના નંબર પર ફોન કરી અને પૂછ્યું ત્યારે તેને સ્વીકાર્યું કે તે ફૂડ ડિલિવરી બોયે સ્વીકાર્યું હતું કે તે જ તેના કૂતરાને સાથે લઇ ગયો હતો. વંદનાએ જયારે તેની પાસે પોતાનું કૂતરું પાછું માંગ્યું તો તેને બહાનું બનાવતા કહ્યું કે, ‘એ કૂતરાને તેના ગામડે મોકલી દે છે.’

વંદનાએ તેના કૂતરાને પાછું મેળવવા તેને પૈસા આપવાની ઓફર પણ આપી હતી. પણ થોડી કલાકો બાદ તેનો ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો.

વંદનાએ તેના કૂતરાને પાછું મેળવવા ઝોમેટો પાસે પણ મદદ માંગી. ઝોમેટોએ વંદનાની સમસ્યા પર તુરંત જવાબ આપતા કહ્યું કે,’આ ઘટના કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. તમે તમારી કોન્ટેક ડિટેઈલ્સ અને ઓર્ડર ડિટેઈલ્સ અમને મોકલી આપો.અમારી ટિમ વહેલી તકે તમારો સંપર્ક કરશે.

પોલીસે પણ ફક્ત વંદનાને આશ્વાસન આપ્યું પણ એમની ફરિયાદ દાખલ કરવાની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.