યુવતી ગાંધીનગરના બિઝનેસમેનને હોટેલમાં રંગરેલિયા મનાવવા લઇ ગઈ પછી પટેલ ફસાયા બરાબરના

ગાંધીનગરમાં ઝેરોક્સ કઢાવવા માટે આવેલી હોટ છોકરીની માદક અદાઓ જોઈને આ પટેલ લપસ્યા અને ના થવાનું થઈ ગયું

સોશિયલ મીડિયા અને સમાચારમાં છેતરપીંડીના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે, ઘણા લોકો સુંદર યુવતીઓના ચક્કરમાં ફસાઈ અને હની ટ્રેપનો શિકાર પણ બનતા હોય છે, આવો જ એક કિસ્સો ગાંધીનગરમાંથી સામે આવ્યો છે, જ્યાં એક ઝેરોક્ષની દુકાન ચલાવતા વ્યક્તિ સાથે છેતરપિંડી થઇ હોવાની ઘટના સામે આવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના સેક્ટર -11માં ઝેરોક્ષની દુકાન ચલાવતા અને કુડાસણમાં રહેતા એક 45 વર્ષીય દુકાનદારની દુકાનમાં એક 25 વર્ષીય મહિલા દસ્તાવેજની ઝેરોક્ષ કરાવવું માટે આવી હતી, આ દરમિયાન જ બંને વચ્ચે મિત્રતા થઇ અને મહિલાએ તેના પ્રેમજાળમાં દુકાનદારને ફસાવી લીધો હતો.

જેના બાદ બંને એક હોટલમાં પણ મળ્યા હતા અને બંને વચ્ચે સંબંધો પણ બંધાયા હતા, આ સંબંધોનો વીડિયો મહિલાએ પોતાના મોબાઈલમાં પણ કેદ કરી લીધો હતો, જેના બાદ દુકાનદાર પાસેથી 15 લાખ રૂપિયાની માંગણી મહિલા દ્વારા કરવામાં આવી, અને જો પૈસા ના આપ્યા તો તેના વીડિયોને વાયરલ કરી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી.

પોતે બ્લેમેઇલિંગનો શિકાર થઇ રહ્યો છે તેની જાણ થતા જ દુકાનદારે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. ફરિયાદમાં તેને જણાવ્યું કે બે મહિના પહેલા એક મહિલા જેને પોતાનું નામ પાયલ જણાવ્યું હતું, તે તેની દુકાન ઉપર આવી હતી અને તેને દસ્તાવેજોની પ્રિન્ટ આઉટ મોબાઈલ દ્વારા સેન્ડ કરી અને કઢાવી હતી.

દુકાનદારે આગળ જણાવ્યું કે “જયારે મેં પ્રિન્ટ કાઢી અને દસ્તાવેજ તેને પરત આપી દીધા ત્યારે તે હસી અને આવજો કહ્યું. ત્યારબાદ તેને મેસેજ કરવાનું શરૂ કર્યું. થોડા સમય બાદ તેને મેસેજ કરીને ઇન્ફોસિટીમાં મળવા માટે કહ્યું. જેના બાદ દુકાનદારના પુરાવાના આધારે તેને હોટલ હવેલીમાં રૂમ બુક કરાવ્યો. ત્યાં થોડો સમય વિતાવીને ત્યાંથી ચાલ્યા ગયા. જેના બાદ 15 દિવસ સુધી બંનેએ એકબીજા સાથે સંપર્ક ના કર્યો.”

જેના 15 દિવસ બાદ વનરાજ નામના એક વ્યક્તિએ દુકાનદારને ફોન કરી અને જણાવ્યું કે તેને પાયલ સાથે બળાત્કાર કર્યો છે. તેને 15 લાખ રૂપિયા આપવાની પણ માંગણી કરી અને રૂમની અંદર બનેલી ઘટનાનો વીડિયો પણ વાયરલ કરી દેવાની ધમકી આપી. જેનાથી દુકાનદાર હેરાન થઇ ગયો અને ફોન કાપી નાખ્યો. તેની પાસે પૈસા નહોતા.

જેના બાદ 11 જૂનના રોજ પાયલ અને વનરાજ તેના ઘરે આવ્યા અને તેની માતા અને પત્નીની હાજરીમાં તે વીડિયો બતાવ્યો. હું ખુબ જ ડરી ગયો હતો, પરંતુ મારા પરિવારે મને જણાવ્યું કે આવા બ્લેક મેંઇલિંગથી ડરવું ના જોઈએ. 13 જૂનના રોજ દુકાનદારે ગાંધીનગર પોલીસમાં બળજબરીથી પૈસા વસુલવા, અપરાધિક ષડયંત્ર રચવા વિરુદ્ધ મહિલા અને વનરાજ નામના વ્યક્તિ વિરુદ્ધ ફેરિયાદ દાખલ કરી છે.

Niraj Patel