સુરતમાં પહેલા યુવતી સાથે મિત્રતા કેળવી અને પછી બાંધ્યા શારીરિક સંબંધ, ક્યારે બધું બંધ થશે હવે, ભારે કરી, જાણો સમગ્ર વિગત

Surat Woman Private Moment : ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગના કિસ્સા સામે આવે છે, આવા કિસ્સામાં ઘણીવાર નરાધમ આરોપી દ્વારા અંગત પળોના ફોટા-વીડિયો લઇ પીડિતાને બ્લેઇમેઇલ કરવામાં આવે છે અને તેની પાસેતી પૈસા કે પછી જ્વેલરી પડાવવામાં આવે છે. ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો સુરતના પુણાગામ વિસ્તારમાંથી સામે આવ્યો છે.

એક યુવતી સાથે યુવકે મિત્રતા કેળવી, તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો અને યુવક યુવતીને લઇ હોટલમાં ગયો અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. જો કે, આ દરમિયાન યુવકે અંગત પળના વીડિયો અને ફોટા ઉતારી લીધા અને તેને વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી રોકડા અને દાગીના પડાવ્યા. જો કે આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પુણામાં રહેતી યુવતી સાથે નજીકમાં જ રહેતા યુવકે મિત્રતા કેળવી અને પછી તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો. યુવતીના ઘર નજીક રહેતો વિષ્ણુ પંચાલ ઉર્ફે રોહિત પટેલ યુવતિને લગભગ છ વખત હોટલમાં લઇ ગયો હતો અને તેની સાથે સંબંધ બાંધવા દરમિયાન તેણે તેના મોબાઇલમાં યુવતીના બીભત્સ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ જ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી.

તેણે યુવતિ પાસેથી 80,000 રોકડા અને સોનાના દાગીના- 2 નંગ સોનાની બંગડી , 1 નંગ સોનાનું કડુ, 1 નંગ સોનાની ચેઇન, 3 નંગ સોનાની વીંટી, 1 નંગ સોનાનું બ્રેસ્લેટ પડાવ્યુ. આશરે તેણે 7 તોલા સોનું મળી યુવતી પાસેથી 4,20,000 રૂપિયા પડાવ્યા હતા. જો કે આ મામલે યુવતીએ આખરે તેના પરિવારને હકિકત જણાવતા પરિવારના સભ્યોએ તેને હિંમત આપી અને તે પછી યુવતિએ સુરતના સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી. જે બાદ આરોપીની ધરપકડ કરાઇ અને આરોપીએ બ્લેકમેઇલ કરી જે પણ યુવતી પાસેથી પડાવ્યુ હતુ તે કબજે કરવામાં આવ્યુ.

Shah Jina