ખબર

ફક્ત એક શોખના કારણે બચ્ચા પેદા કરવાની મશીન બની ગઈ આ મહિલા, અધધધ બાળકોને જન્મ આપ્યો

હાલ એક બાજુ બેટી બચાવો બેટી ભણાવોના નારા લગાવી રહી છે. તો ઘણા લોકોને લક્ષ્મીજી નહીં પરંતુ વંશવેલો વધારનાર દીકરો જોતો હોય છે. ઘણા લોકો દીકરાને જન્મ આપવાની ઘેલછામાં દીકરીઓને જન્મ આપતા હોય છે. પરંતુ તેનાથી ઊંઘું એક મહિલાએ દીકરીને જન્મ આપવા માટે દીકરાઓને જન્મ આપ્યો છે. આવો જાણીએ સમગ્ર મામલો.

મિશિગનમાં એક મહિલાએ થોડા દિવસ પહેલા 14 દીકરા બાદ એક દીકરીને જન્મ આપ્યો છે. પહેલા દીકરાના 30 વર્ષ બાદ મિશિગન કપલે આ પહેલી દીકરીનું સ્વાગત કર્યું છે. આ મહિલાનું નામ કટેરી શ્વેડત છે. કટેરીએ તેની દીકરીનું નામ મૈગી જેને રાખ્યું છે. મૈગીનું વજન 3.4 કિલોગ્રામ છે અને તે 14 મોટા ભાઈની સૌથી નાની બહેન છે.

Image source પ્રતિકારત્મક તસ્વીર

કટેરીના પતિ જે શ્વેડતએ જણાવ્યું હતું કે, તે અને તેની પત્ની બેહદ ખુશ છે. અમે મૈગીને પરિવારનો હિસ્સો બનાવીને બેહદ ઉત્સાહિત છે. આ સાથે જ જણાવ્યું હતું કે, આ વર્ષ ઘણી રીતે યાદગાર રાખવામાં આવશે. મૈગીને આ દુનિયામાં લાવવી એ અમારી માટે સૌથી મોટી ગિફ્ટ છે.

કટેરી અને પતિ જે શ્વેડતએ હંમેશા તેમના મોટા પરિવારને લઈને સ્થાનિક અને રાષ્ટ્રીય સમાચાર નો હિસ્સો રહી ચુક્યા છે. આ દંપતીનો લાઇવસ્ટ્રીમિંગ પ્રોગ્રામ પણ છે, જેને ’14 આઉટડોર ‘નામ આપવામાં આવ્યું છે, પરંતુ મેગીના જન્મ પછી પ્રોગ્રામનું નામ બદલવું જરૂરી છે. કટેરી અને જે શ્વેડતના 28 વર્ષના પુત્ર ટાઇલર શ્વેડતએ કહ્યું હતું કે, ‘મારા માતા-પિતાને વિચાર્યું હતું કે તેઓ 14 દીકરા પછી ક્યારેય પુત્રી નહીં આવે.’

Image source પ્રતિકારત્મક તસ્વીર

કટેરી અને પતિ જે શ્વેડતએ ગેલોર્ડ હાઈસ્કૂલમાં અને ગેલોર્ડ સેન્ટ મેરીઝમાં ભણતર પૂરું કર્યું છે. આ દરમિયાન બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંનેએ વર્ષ 1993માં લગ્ન કર્યા હતા અને બાદમાં ફેરિસ સ્ટેટ યુનિવર્સીટીમાં એડમિશન લીધું હતું. કટેરીએ લગ્ન પહેલા ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો.

પરિવાર વધવા છતાં પણ કપલે તેનું ભણતર પૂરું કર્યું ના હતું. કટેરીએ ગ્રેડ વેલી સ્ટેટ યુનિવર્સીટીમાંથી માસ્ટર ડિગ્રી પુરી કરી હતી. તો પતિ જે શ્વેડત પશ્ચિમી મિશિગન વિશ્વ વિધાલયના થોમસ એમ કોએલ લો સ્કૂલથી વકીલાતની ડિગ્રી મેળવી હતી. કટેરીનો પતિ જે શ્વેડત વકીલ છે.