VIDEO: નાની વાત પર ડિલિવરી બોય પર ગુસ્સે થઇ ગઈ મહિલા, રસ્તાની વચ્ચે જ અપશબ્દો બોલીને મારામારી કરવા લાગી

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર મારા મારીના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે વધુ એક કિસ્સો હાલ સામે આવ્યો છે, જેમાં એક યુવતીએ ડિલિવરી બોય સાથે ચંપલથી મારપીટ કરી હતી. વાંક ખાલી એટલો હતો કે યુવકનું બાઈક યુવતીની સ્કૂટી સાથે જરાક ટચ થઇ ગયું હતું. આ વાત પર તે ગુસ્સાથી લાલ થઇ ગઈ હતી અને રસ્તાની વચ્ચે દબંગગીરી કરી યુવક સાથે મારપીટ કરવા લાગી હતી જયારે લોકોએ તેને રોકવાની કોશિશ કરી તો યુવતી લોકો ઉપર ભડકી ગઈ અને જેમ તેમ બોલવા લાગી હતી અને કહ્યું કે વાગ્યું મને છે તમને નહિ. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. પીડિત યુવકે આ મામલે ફરિયાદ ઓમતી પોલીસ સ્ટેશનમાં કરી છે.

ઓમતી પોલીસ પાસે યુવકે જે ફરિયાદ નોંધાવી છે તેના પ્રમાણે ઘટના ગુરુવાર 14 એપ્રિલના રોજ બાપરે 2:30 વાગ્યેની આજુ બાજુ બની હતી. 25 વર્ષનો દિલીપ વિશ્વકર્મા બિછુઆ ચરગંવાનો રહેવાસી છે અને તે પીઝા ડિલિવરીનું કામ કરે છે. બપોરના સમયે તે પીઝા ડિલિવર કરવા જઈ રહ્યો હતો.

ત્યારે જ જબલપુર હોસ્પિટલ સામે યુવતી સ્કૂટી લઈને અચાનક આવી ગઈ હતી. મહિલા તેની સ્કૂટી સંભાળી શકી નહિ અને તે પડી ગઈ. ત્યારબાદ તે ગુસ્સેથી એટલી લાલ થઇ ગઈ કે ડિલિવરી બોયને અપશબ્દો બોલવા લાગી હતી. ત્યારબાદ ડિલિવરી બોયને લાત મારી હતી અને પછી મારામારી કરી હતી. આ દરમ્યાન યુવક પોતાની જાતને બચાવી રહ્યો હતો.

આ મારામારીનો એક વીડિયો વાયરલ થયો તો પોલીસે ખુદ તપાસ હાથમાં લીધી. ગમે તેમ કરીને પીડિત યુવકનો સંપર્ક કર્યો. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પરિવહન વિભાગની વેબસાઈટ પર સ્કૂટી ન્યૂ રીછાઈ કોલોની, GIFની રહેવા વાળી મધુ સિંહના નામ પર છે. સાર્વજનિક રૂપથી રસ્તો રોકીને અને કોઈનું અપમાન કરવા અને મારપીટનો કેસ તેના વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે તે જલ્દી તેની પર કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે, આ કિસ્સો ધ્યપ્રદેશના જબલપુરમાંથી સામે આવ્યો છે.

Patel Meet