કહેવાય છે ને કે શોખ ખુબ મોટી વસ્તુ છે, લોકોને ઘણા પ્રકારના શોખ હોય છે. કોઈને હરવા-ફરવાનો તો કોઈને ખાવા-પીવાનો! પણ પાકિસ્તાનની રહેનારી એક મહિલાને એક એવો વિચિત્ર શોખ છે કે જેને લીધે તે હાલના સમયમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
હીરા જીશાન નામની પાકિસ્તાની મહિલા દરેક શુક્રવારે દુલ્હનની જેમ તૈયાર થાય છે, અને હેરાનીની તો વાત એ છે કે તે આ કામ આગળના 16 વર્ષોથી કરી રહી છે. આવો તો જાણીએ આ મહિલાનું આવું કરવા પાછળની કહાની. 42 વર્ષની હીરા મૂળરૂપે પાકિસ્તાનના લાહોરના પંજાબ પ્રાંતની રહેનારી છે. જ્યારે લોકોને તેને દરેક શુક્રવારે દુલ્હન બનવાનું કારણ પૂછ્યું ત્યારે તેની કહાની સાંભળીને દરેક કોઈ હેરાન રહી ગયા હતા.
હીરાએ કહ્યું કે 16 વર્ષ પહેલા તેની માં ખુબ જ બીમાર પડી ગઈ હતી અને તેને હોસ્પિટમાં ભરતી કરાવવી પડી હતી જ્યા તેનું સ્વાસ્થ્ય લગાતાર બગડતું જતું હતું. હીરાની માં એ ઈચ્છા જણાવી કે તે મરતા પહેલા પોતાની દીકરીના લગ્ન કરાવવા માંગે છે. માં ની છેલ્લી ઇચ્છા પુરી કરવા માટે હોસ્પિટલમાં જે વ્યક્તિએ હીરાની માં ને લોહી આપ્યું તેની જ સાથે તેના લગ્ન નક્કી થઇ ગયા.
હીરાએ આગળ કહ્યું કે હોસ્પિટલમાં જ બંનેના લગ્ન થયા અને રિક્ષામાં તેની વિદાઈ થઇ. હીરાએ કહ્યું કે પોતાના જીવનના સૌથી ખાસ દિવસે તેણે ન તો કોઈ શૃંગાર કર્યો કે ન તો દુલ્હનની જેમ તૈયાર થઈ હતી.
હીરાએ કહ્યું કે લગ્નના બીજા જ દિવસે તેની માતાની મૃત્યુ થઇ ગઈ, તેનાથી તેને ભારે આઘાત લાગ્યો હતો. લગ્ન પછી હીરાના છ બાળકો થયા અને બે બાળકોની મૌત જન્મ થતા પહેલા જ થઇ ગઈ. જેને લીધે તેને ભારે આઘાત લાગ્યો હતો અને તે ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. આ આઘાતને દૂર કરવા માટે હીરાએ દરેક શુક્રવારે દુલ્હનની જેમ તૈયાર થવાનું શરૂ કરી દીધું.
હીરાએ કહ્યું કે તેનો પતિ લંડનમાં રહે છે, અને તે પાકિસ્તાનમાં પોતાના બાળકો સાથે રહે છે. હીરાએ કહ્યું કે દુલ્હન બનવાથી તેને ખુબ ખુશી મળે છે અને તેનું એકલાપણુ પણ દૂર થઇ જાય છે.