ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર સગીર બાળકી, યુવતિઓ અને મહિલાઓ સાથેના દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓ સામે આવે છે. જોકે, હાલમાં કોઇ છોકરી સાથે નહિ પણ સગીર છોકરા સાથે ખરાબ કૃત્ય થયુ હોવાની ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના ચિત્રકુટ જિલ્લામાં એક મહિલાએ ઓક્ટોબર મહિનામાં એક સગીર છોકરાને કિડનેપ કર્યો હતો. તે બાદ તેણે જબરદસ્તી તેની સાથે યૌન સંબંધ પણ બનાવ્યા. પલિસે આ મામલે કાર્યવાહી કરતા અઢી મહિના બાદ મહિલાની ધરપકડ કરી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
મીડિયા રીપોર્ટ્સ મુજબ, મહિલા ચિત્રકુટના રાજાપુર પોલિસ સ્ટેશનના રગૌલી વિસ્તારની રહેવાસી છે. તેણે તેના જ પાડોશમાં રહેનારા સગીર છોકરાનું અપહરણ કર્યુ હતુ અને તે બાદ તેણે કથિત રીતે તેનું યૌન શોષણ પણ કર્યુ. આ મામલો ઓક્ટબર 2022નો છે. છોકરાના અપહરણ બાદ પરિવારજનોએ તેને શોધવાનું શરૂ કર્યુ હતુ, પણ તે મળ્યો નહોતો. તે બાદ ઘરવાળા ફરિયાદ દાખલ કરાવવા રાજાપુર પોલિસ સ્ટેશન પહોંચ્યા હતા. છોકરાના ઘરવાળાએ આરોપ લગાવ્યો છે કે પોલિસ સ્ટેશનમાં તેઓની વાતને ન સાંભળવામાં આવી
અને પોલિસ સ્ટેશનમાંથી જવા માટે કહેવામાં આવ્યુ. પરિવારજનોએ તે બાદ કોર્ટમાં જવાનું નક્કી કર્યું. કોર્ટના આદેશ પર રાજાપુર પોલીસે 1 ઓક્ટોબર 2022ના રોજ ફરિયાદ દાખલ કરી અને પછી પોલીસે સબ ઈન્સ્પેક્ટર સુબેદાર બિંદના નેતૃત્વમાં મામલાની તપાસ શરૂ કરવામાં આવી. પોલીસે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 10 ઓક્ટોબરે પોલીસે પ્રયાગરાજ જિલ્લામાંથી છોકરાને ઝડપી લીધો અને જ્યારે પોલીસે છોકરાના દસ્તાવેજો જોયા તો ખબર પડી કે તે 17 વર્ષનો છે. અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર,
છોકરાએ પોલીસને જણાવ્યું કે મહિલા તેને લાલચ આપીને પોતાની સાથે લઈ ગઈ હતી. જે બાદ તેણે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. રિપોર્ટ અનુસાર પોલીસે કલમ 363 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આ મામલે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરી હતી. પીડિત છોકરાના મળ્યાના અઢી મહિના બાદ પોલીસે હવે આરોપી મહિલાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર તપાસ બાદ આરોપી મહિલા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.