સુરતમાં લગ્નના ત્રીજા દિવસે આ દુલ્હને જે કાંડ કર્યો તેના કરતા તો લૂંટેરી દુલ્હન સારી, ખરેખર માનવતા જેવું કંઈ રહ્યું જ નથી

તસ્વીરોમાં સંસ્કારી સીધી દેખાતી આ વહુએ એવો કાંડ કર્યો કે સાંભળીને તમારો મગજ બેન્ડ મારી જશે

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવતા રહે છે. આવા કિસ્સાઓમાં લગ્ન ઇચ્છુક યુવકોને લૂંટેરી દુલ્હન અથવા દલાલો દ્વારા ફસાવવામાં આવતા હોય છે અને પૈસા આપી લગ્ન કરાવવામાં આવતા હોય છે. ત્યારે ઘણીવાર આવી દુલ્હનો લગ્નની રાત્રે કાં તો પછી કેટલાક દિવસોમાં દુલ્હાના ઘરમાંથી ઘરેણા અને રોકડ લઇ ફરાર થઇ જતી હોય છે. જો કે, ઘણીવાર એવું બને છે કે પોલિસ આવી ગેંગનો પર્દાફાશ કરી અને તેમને જેલના હવાલે મોકલતી હોય છે. હાલમાં સુરતની એક લૂંટેરી દુલ્હન લગ્નના ત્રીજા દિવસે દાગીના સાથે ફરાર થઇ હતી અને ત્યારે આના આઘાતમાં આવી ગીર સોમનાથના એક યુવાને આત્મહત્યા કરી દીધી.

લૂંટેરી દુલ્ગને 1.52 લાખ મૃતક પાસેથી પડાવ્યા હતા. જો કે, આ ઘટનાથી યુવક આઘાતમાં સરી પડ્યો હતો અને તેણે આપઘાત કરી લીધો હતો, જે બાદ સુરત પોલિસે લૂંટેરી દુલ્હન સામે ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કરી હતી. ત્યારે હવે પોલિસે આ આરોપી યુવતિની ધકપકડ કરી લીધી છે. ગૂર સોમનાથના યુવકે વર્ષ 2019ના ફેબ્રુઆરી માસમાં આપઘાત કર્યો હતો. ત્યારે વોન્ટેડ મહિવા હસીના ઉર્ફે માયાની સિંધીવાડ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.

Image source

હસીના તેની બહેન મુમતાઝ સાથે મળી ફેબ્રુઆરી 2019માં ગીર સોમનાથના ઉનાના ગરાળના ભાણાભાઇ અને જીતુભાઇ જેઓ પિતા-પુત્ર છે તેની સાથે મળી ઉનાના આમોદ્રાના યુવાનને પોતાની જાળમાં ફસાવ્યો અને 1.52 લાખ લઇ લગ્ન કરાવ્યા હતા. જે બાદ લગ્નના ત્રીજા જ દિવસે યુવતિ દાગીના સાથે ફરાર થઇ ગઇ હતી. જે બાદ યુવકે ભાણાભાઇ અને જીતુને વાત કરી હતી. ત્યારે પત્ની ભાગી ગઇ હોવાને કારણે લોકોના મેણા ટોણા સાંભળી આઘાતમાં આવી યુવકે ગળે ફાંસો ખાઇ લીધો હતો.

આ બાબતને લઇને લૂંટેરી દુલ્હન વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા અને છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો. જે બાદ પોલિસે પિતા-પુત્રની ધરપકડ કરી અને પછી તેઓએ હસીના તેમજ તેની બહેન ફરાર થઇ હોવાની કબૂલાત પણ કરી હતી. જે યુવતિની પોલિસે ધરપકડ કરી છે તેમા સુરતમાં લગ્ન થયા હતા અને 2015માં તેણે છૂટાછેડા લીધા હતા. જે બાદ તેણે સોમનાથના યુવક સાથે છેતરપીંડી કરી હતી. તે બાદથી તે પોલિસથી બચવા સતત ઘર બદલી રહી હતી. આખરે તે તેની બહેન સાથે સુરત આવી અને ત્યાં તેણે સાડી પર ટીક્કી અને સ્ટોન લગાવવાનું કામ શરૂ કર્યુ.

Shah Jina