સાવરકુંડલા : વહુએ માતા સાથે મળી સાસુની નિર્દયતાપૂર્વક કરી હત્યા, ઇલેક્ટ્રિક બ્લેન્ડરથી…

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ અને અવૈદ્ય સંબંધ સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં અમરેલીના સાવરકુંડલાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. હજુ તો માત્ર આઠ મહિના પહેલા જ લગ્ન કરીને સાસરે ગયેલી પરિણીતાએ પોતાની માતા સાથે મળીને વિધવા સાસુની નિર્દયતાપૂર્વક હ* કરી નાખી. આ મામલે પોલિસે મૃતકની 27 વર્ષીય વહુ શ્વેતા પાઠક અને 47 વર્ષીય વેવાણ સોનલ શાસ્ત્રીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, અમરેલીના સાવરકુંડલા ખાતે રહેતા વિધવા 50 વર્ષીય બીનાબેન પાઠકની તેમની વહુ શ્વેતા પાઠક અને વેવાણ સોનલ શાસ્ત્રી દ્વારા હત્યા કરવામાં આવી. આ બંનેએ ઈલેક્ટ્રીક કટર વડે મ*ર્ડર કર્યું હતુ. ત્યારે મૃતકના પુત્ર વૈભવ પાઠકની ફરિયાદ બાદ સાવરકુંડલા પોલિસે માતા-પુત્રીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી વહુએ સાસુના મેણાટોણાથી કંટાળી હત્યા કરી હતી. મૃતકનો દીકરો વૈભવ એચડીએફસી બેન્કમાં નોકરી કરે છે. 8-9 મહિના પહેલા જ તેના લગ્ન શ્વેતા સાથે થયા હતા.

પરંતુ શ્વેતાને સાસુ સાથે અણબનાવ રહેતો હોવાથી તેણે માતા સાથે મળી સાસુની હત્યા કરી નાખી. બુધવારે વૈભવ રાજુલા ખાતેથી નોકરી પૂરી કરીને સાવરકુંડલા ઘરે પહોંચ્યો ત્યારે તેણે માતાને લોહી લુહાણ હાલતમાં જમીન પર પડેલી જોઈ હતી. વૈભવ પર પણ મરચાની ભૂકી છાંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ તે બચી ગયો. માતાની લાશ જોઈ હતપ્રભ થયેલા વૈભવે કંટ્રોલમાં જાણ કરી અને આ પછી સાવરકુંડલા ટાઉન પોલીસ, LCB, FSL સહિતનો કાફ્લો દોડી ગયો હતો.

સોનલે એક દિવસ પેહલા અમદાવાદથી ઇલેક્ટ્રિક બ્લેન્ડર લઈ વેવાણના ઘરે ગઇ અને ગત રોજ સાંજે પ્લાનિંગ મુજબ સાતેક વાગ્યે બંને માતા-પુત્રીએ ભેગા મળી પહેલા મરચાની ભૂકી છાંટી ઇલેક્ટ્રિક બ્લેન્ડર ચાલું કર્યુ અને નિર્દયતાપૂર્વક કરુણ હત્યા નીપજાવી. પહેલા તો બંને આરોપીઓએ હત્યાનો આરોપ વૈભવ પર નાખ્યો પણ આકરી પૂછપરછમાં બંને ભાંગી પડ્યા અને પોતે જ કાવતરૂ રચી હત્યા કરી હોવાની કબુલાત કરી.

Shah Jina