સેકન્ડમાં જ ઉજડી દુનિયા, મોટા દીકરાને બચાવવા મા અને નાના ભાઇ-બહેને કૂવામાં લગાવી દીધી છલાંગ, ચારેયના મોત

9 વર્ષના પુત્રને બચાવવા માતા કુવામાં કૂદી:પાછળ દીકરા અને દીકરીએ પણ ઝંપલાવ્યું; ચારેયનાં મોત, તસવીરો જોઈને તમને પણ ભાવુક થઇ જશો

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર અકસ્માતે મોતના સમાચાર આવે છે. ત્યારે હાલમાં એક ચોંકાવનારા સમાચાર ઉદયપુરથી સામે આવ્યા છે. જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થતા વિસ્તારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. ઘટનામાં બન્યુ એવું કે ખેતરમાં કામ કરતી વખતે મોટો દીકરો અચાનક કૂવામાં પડી જતા તેને બચાવવા માટે તેની માતા અને નાના ભાઈ અને બહેને પણ કૂવામાં ઝંપલાવ્યું. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

જો કે, તરતા ન આવડતું હોવાના કારણે ચારેય કૂવામાંથી બહાર નીકળી ન શક્યા અને ચારેયના મોત થઇ ગયા. મૃતકોમાં 30 વર્ષની મહિલા નાવલી બાઇ, 10 અને 12 વર્ષના પુત્રો અને 8 વર્ષની દીકરી સામેલ છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના નાઈ કા નાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૂવામાં પડી જવાને કારણે એક મહિલા અને તેના ત્રણ બાળકોના મોત થયા છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સંબંધીઓએ જણાવ્યું કે ચારેય આકસ્મિક રીતે કૂવામાં પડી ગયા હતા. જો કે પોલીસે આત્મહત્યાની શક્યતા નકારી નથી. સ્ટેશન ઓફિસરે જણાવ્યું કે નાવલી બાઇ, તેના બે પુત્રો અને એક દીકરીનું દુર્ગમ વિસ્તારમાં કૂવામાં પડી જવાથી મૃત્યુ થયું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક હોસ્પિટલના શબગૃહમાં રાખવામાં આવ્યા છે. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ આ એક અકસ્માત હતો.

આ મામલાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા શનિવારે રાજસ્થાનના અશોકનગર જિલ્લાના અખાઈ ટપ્પા ગામમાં 22 વર્ષીય યુવકનું કૂવામાં પડી જવાથી મોત થયું હતું. આ પહેલા થોડા અઠવાડિયા અગાઉ ગોગુંડામાં એક જ પરિવારના ચાર સભ્યોએ આત્મહત્યા કરી હતી. ચારેયના મૃતદેહ ફાંસોમાંથી લટકેલા મળી આવ્યા હતા. મૃતકોમાં પિતા, એક પુત્રી અને બે પુત્રોનો સમાવેશ થાય છે.

Shah Jina