દુઃખદ: સુરતમાં મધર્સ ડેના દિવસે જ મળ્યા માતા અને પુત્રીના મૃતદેહો, સર્જાઇ કરુણાંતિકા

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના કિસ્સાઓ સામે આવે છે. કોઇ માનસિક અને શારીરિક હેરાનગતિને કારણે જીવન ટૂંકાવી લેતુ હોય છે, તો કોઇ પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધને કારણે મોતને વહાલુ કરી લેતુ હોય છે. ત્યારે હાલમાં જ સુરતમાંથી એક આપઘાતનો કિસ્સો મધર્સ ડેના દિવસે સામે આવ્યો છે. દયાળજી બાગ નજીક તાપીમાંથી દુપટ્ટો બાંધેલી હાલતમાં મહિલા અને બાળકીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આની જાણ એક રાહદારી દ્વારા ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. જે બાદ લાશને બહાર કાઢવામાં આવી અને તપાસ હાથ ધરવામાં આવી.

Image source

બંને મૃતદેહોના સેમ્પલ ફોરન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ અંગે રાંદેર પોલીસે મૃતદેહની ઓળખ કરી તપાસ હાથ ધરી છે. બંનેની લાશ સંપૂર્ણપણે ડિકમ્પોઝ્ડ થયેલી હાલતમાં મળી આવી હતી. બંનેએ ચારેક દિવસ પહેલા આપઘાત કર્યો હતો અને ડૂબી જવાને કારણે મોત થયુ હોય તેવી માહિતી હાલ સામે આવી છે. જો કે, આ ઘટનાની જાણ થતા સાસુએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોય તેવી વિગત સામે આવી છે.

તે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ મામલે હાલ તો રાંદેર પોલિસ તપાસ કરી રહી છે. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, 30-35 વર્ષિય મહિલાએ તેની 2-3 વર્ષની બાળકી સાથે તાપી નદીમાં ઝંપલાવ્યુ હતુ અને તે બંનેના પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયા હતા. મહિલાએ બ્લેક લેગિન્સ સાથે ગ્રીન ટોપ પહેર્યુ હતુ અને બાળકીએ પિંક શર્ટ અને ઓરેન્જ પેન્ટ પહેર્યુ હતુ.

Image source

બંનેનું પોસ્ટમોર્ટમ ફોરેન્સિક વિભાગ દ્વારા કરવામાં આવ્યુ હતુ. પરંતુ શરીર પર કોઇ ઇજાના નિશાન મળી આવ્યા ન હતા. ચારેક દિવસ પહેલા તેમના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Shah Jina