બનાસકાંઠામાં એજ્યુફન ફાઉન્ડેશનના સાહેબે મહિલા ટીચરને હોટેલમાં લઇ જઈને માણ્યું સુખ, પરિણીત ટીચરને છૂટાછેડા લેવડાવવા…..જાણો સમગ્ર મામલો

ધાનેરામાં શિક્ષિકાને ચાર વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ લઇ જઈને માણ્યું સુખ, હવસ સંતોષાઈ ગઈ પછી કર્યો ધડાકો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘણીવાર એવું બને છે કે લગ્નની લાલચ આપી યુવકો દ્વારા યુવતિઓને ફસાવવામાં આવે છે અને હવસ સંતોષવામાં આવે છે. હાલમાં બનાસકાંઠાના ધાનેરામાંથી દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતિને લગ્નની લાલચ આપી એજ્યુફન ફાઉન્ડેશન સંચાલક પારસ સોનીએ દુષ્કર્મ આચર્યુ હતુ અને ત્રણ વખત ગર્ભપાત પણ કરાવ્યો હતો. જો કે, હવે આ બાબતે પીડિત યુવતિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલિસે ઝડપી કાર્યવાહી હાથ ધરતા પારસ સોનીને ઝડપી પણ પાડ્યો છે. એજ્યુફન ટ્રસ્ટ અને પોતાની ખાનગી સ્કૂલ મારફતે પારસ સોની શિક્ષિકા યુવતીના સંપર્કમાં આવ્યો હતો.

તેણે યુવતિને લગ્નની લાલચ આપી અને ખોટા વાયદાઓ પણ કર્યા હતા અને તેની સંસ્થા તેમજ હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું. પારસ સોનીએ પરણિત યુવતીને છૂટાછેડા લેવા મજબુર કરી હતી અને તે બાદ હવસ સંતોષાતા તેને તરછોડી દીધી હતી. જે બાદ પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા ચારેક વર્ષથી લગ્નની લાલચ આપી પારસ સોની યુવતીનું શોષણ કરતો હતો અને તે બાદ યુવતીને પોતાના છેતરાયા હોવાનો અહેસાસ થયો જે બાદ તેણે આખરે પોલિસ ફરિયાદ નોંધાવી. પારસ સોની આગાઉ પણ બે વાર યુવતી સાથે પણ ઝડપાયેલો છે.

પારસ સોની એજ્યુફન ફાઉન્ડેશનનો સંચાલક છે, તે સ્ત્રી શસક્તિકરણના નામે મહીલાઓને બોલાવી વિવિધ કાર્યક્રમો કરતો અને શાળા-કોલેજમાં પણ આવા કાર્યક્રમ કરી કોલેજની વિધાર્થીનીઓ સાથે મિત્રતા કેળવતો. ધાનેરાની એક યુવતીને તેણે પોતાની જાળમાં ફસાવી અને પોતાની પ્રા.શાળામાં આચાર્ય પદે બેસાડી શારીરિક સબંધ માટે દબાણ કર્યું હતું જોકે યુવતીએ તેનો વિરોધ કરતી હોવાથી આ યુવતીને લગ્નની લાલચ આપી એક હોટલમાં લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતુ. જો કે, આરોપી પારસ સોની તેના ઘર ઉપર ચાલતા ટ્યુશન ક્લાસમાં આ યુવતીને ટીચર બનાવી અનેકવાર ત્યાં દુષ્કર્મ આચરતો હતો.

યુવતી સાથે લગ્ન કરવાની ના પાડતા યુવતીના પિતાએ તેની સગાઇ કરેલ તે યુવક સાથે લગ્ન કરી લીધા હતા. થોડો સમય જતાં ફરીથી યુવતી સાથે સંપર્ક કરી પતિ સાથે છૂટાછેડા લેવા તેને મજબુર કરી અને પરણિતાએ તે બાદ તેના પતિ સાથે છુટાછેડા પણ લીધા હતા. પારસ સોનીએ પીડિતાને વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને અન્ય જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ. ગાંધીનગર સેક્ટર 25માં રહેતા સગાને ત્યાં યુવતીને મુકી લગ્ન કરવાની ના પાડતા યુવતી ભાંગી પડી અને આ દરમિયાન પરીવારના લોકોએ પણ યુવતી માટે દરવાજા બંધ કરી દીધા હોવાથી આ યુવતીએ ફરિયાદ નોધાવતા પોલીસે પારસ વાસુદેવ સોનીને ઝડપી લીધો હતો.

Shah Jina