સુરતમાં મશીનને લીધે સાડી પહેરેલી મહિલાને મળ્યું દુઃખદ મૃત્યુ, ત્રણ સંતાનોએ ગુમાવી માતાની છત્રછાયા

હે ભગવાન, એક ભૂલ કરી અને મશીનને લીધે આ મહિલાનું મોત નીપજ્યું, બિચારા ત્રણ બાળકો હવે શું કરશે, જાણો સમગ્ર મેટર

ગુજરાતમાંથી ઘણા અકસ્માતના કિસ્સા સામે આવે છે, જેમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. હાલમાં સુરતના પાંડેસરામાંથી એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે, જમાં મિલમાં ડ્રમ મશીનના કાપડ ખોલવાનું કામ કરતી વખતે એક મહિલાનો સાડીનો પલ્લુ ડ્રમ મશીનમાં ફસાઈ ગયો અને મહિલા પણ મશીનમાં આવી ગઈ. આ અકસ્માતને પગલે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતુ. આ ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ દોડી ગઇ હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, હાલમાં પાંડેસરા વડોદ સ્થિત ક્રિષ્ના નગર પાસે રહેતા અને મૂળ બિહારના એકોની ગામના વતની 36 વર્ષીય ટુમ્પાદેવી પાંડે પાંડેસરા જીઆઈડીસી સ્થિત મારુતિ ટેક્સટાઈલ મિલમાં કામ કરતા હતા. તેઓ મિલમાં ડ્રમ મશીન પર કામ કરતા અને આ દરિયાન ડ્રમ મશીનમાં કાપડ ખોલવાનું કામ કરતી વખતે તેમની સાડીનો પલ્લુ ડ્રમ મશીનમાં ફસાયો અને તેના મશીનમાં આવ્યા બાદ મહિલા પણ મશીનમાં આવી ગઇ અને મહિલાને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું.

મૃતકના ભાઈએ જણાવ્યું કે તેની બહેન 6 મહિનાથી મિલમાં કામ કરતી હતી અને મિલમાં વપરાતા ડ્રમ મશીન પર તેને કામ કરવાનું હતું. આ જ સમયે તેની બહેનનું ધ્યાન ન રહેતા મશીનના ડ્રમમાં તેના સાડીનો છેડો આવી ગયો અને તે મશીનમાં ફસાઈ ગઈ. જેને કારણે ગંભીર ઇજાઓને પગલે તાત્કાલિક સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી પણ હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાઇ હતી. જણાવી દઇએ કે, મૃતકને સંતાનમાં ત્રણ બાળકો છે અને માતાના મોત બાદ ત્રણેય બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

Shah Jina