નવસારી : ધોળે દિવસે ચેઈન સ્નેચિંગની બનાવમાં મહિલાનું થયું દર્દનાક મૃત્યુ, આંખ ઉઘાડનાર વિચિત્ર કિસ્સો આવ્યો સામે

ગુજરાતમાંથી ઘણીવાર હત્યા, ચોરી, લૂંટ ફાટ કે પછી રસ્તા પર જતી વખતે સોનાની કે કોઇ બીજી વસ્તુની ચોરી થવાના કિસ્સા સામે આવે છે, ત્યારે આવા કિસ્સામાં ઘણીવાર આરોપીઓ પોલિસના હાથે લાગી જતા હોય છે અને પછી પોલિસ તેમને જેલ હવાલે ધકેલતી હોય છે. ત્યારે હાલમાં નવસારીમાંથી એક કિસ્સો સામે આવ્યો, જેમાં ધોળાપીપળા હાઇવે પાસે 8-9 દિવસ પહેલા શનિવારે ચેઇન સ્નેચિંગ કરી નાસી છૂટેલા આરોપીઓને નવસારી પોલીસે 7માં દિવસે ઝડપી પાડ્યા હતા અને જેલ હવાલે કર્યા હતા.

જો કે, ચેન સ્નેચિંગનો ભોગ બનેલી મહિલાનું રસ્તા પર પટકાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તસ્કરો અને ચેઈન સ્નેચરોને જાણે કે પોલીસનો ડર જ નથી રહ્યો, તેઓ ધોળે દિવસે પણ ગુનાઓને અંજામ આપતા સહેજ પણ અચકાતા નથી. 50 વર્ષીય રંજનબેન પાઘડાળ જલાલપુરની શિવગંગા સોસાયટીમાં રહેતા હતા, તેઓ પોતાના ભાઈને મળવા પતિ સાથે બાઈક પર સુરત ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા,

ત્યારે સવારે 9 વાગ્યા આસપાસ ધોળાપીપળા પાસે ધૂમ સ્ટાઈલમાં બાઈક પર 2 સ્નેચરો મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેઈન ખેંચીને નાસી ગયા. આ દરમિયાન મહિલા ચેઈન બચાવવા જઇ રહ્યા હતા, ત્યારે તેઓ બાઈક પરથી નીચે પટકાયા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાને કારણે તેમને સારવાર માટે નિરાલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ત્યાં તેઓ પહેલા કોમામાં સરી પડ્યા અને પછી તેમનું પાંચેક દિવસની સારવાર બાદ મોત થયુ.

Image source

રીઢા ગુનેગાર ઈમરાન અને હારૂન ધૂમ સ્ટાઇલમાં બાઇ લઇ આવ્યા અને પછી હારૂને અચાનક રંજનબેનના ગળામાં હાથ નાંખી 1 લાખથી વધુ કિંમતની સોનાની ચેન ખેંચી અને તોડી લીધી. તે બાદ તેઓ પુર ઝડપે નાસી છૂટયા. જો કે, આ દરમિયાન ઈમરાનનો ભાઈ ઝુબેર પણ હતો અને તે બીજી બાઈક પર હતો. ઘટનામાં સ્નેચર હારૂનનો હાથ પડતા જ રંજનબેને પોતાની ચેઈન બચાવવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ નિષ્ફળ ગયા અને બાઈક પરથી ઉંધે માથે પટકાયા.

તેમને ગંભીર ઇજા પહોંચવાને કારણે ત્યાં રસ્તા પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું અને તેઓ બેભાન પણ થઈ ગયા હતા. તેમને રાહદારીઓની મદદથી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પણ તેઓ ચિંતામાં મુકાયા હતા.જો કે, તેમનું 5 દિવસની સારવાર બાદ શુક્રવારે વહેલી સવારે મોત નિપજ્યું હતુ. જે બાદ પોલિસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.

Shah Jina