લવ મેરેજના 4 મહિના બાદ પરણિતાએ લગાવી લીધી ફાંસી, હાથની મહેંદી નહોતી સુકાઈ, કારણ સાંભળીને રૂંવાટી ઉભી થઇ જશે

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર આપઘાતની ઘટનાઓ સામે આવે છે, જેમાં ઘણા લોકો પ્રેમ સંબંધમાં, ઘણા આર્થિક તંગીથી પરેશાન થઇને તો ઘણા ડિપ્રેશનને કારણે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હમણાં જ એક કિસ્સો સામે આવ્યો હતો.જેમાં એક નવપરણિતાએ આપઘાત કરી મોતને વહાલુ કર્યુ હતુ, ત્યારે પ્રેમ લગ્નના ત્રણ મહિના બાદ જ નવપરણિતાના આપઘાતના કેસમાં પોલીસને મહત્વની માહિતી મળી છે. કેસની તપાસમાં લાગેલી પોલીસને જાણવા મળ્યું છે કે નવપરિણીત મહિલા ડિપ્રેશનમાં હતી,

તે છેલ્લા ત્રણ દિવસથી સતત તેના મોબાઈલમાં સેડ સ્ટેટસ મૂકતી હતી. પરંતુ પરિવાર કે તેનો પતિ તેના સેડ સ્ટેટસને સમજી શક્યા નહીં. કેટલાક મિત્રો અને પરિચિતોએ તેને આ અંગે ચોક્કસ પૂછ્યું હતું પરંતુ તેણે કંઈ જણાવ્યું ન હતું અને ગુરુવારે રાત્રે તેણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. દીપશિખાએ ગ્વાલિયરના રહેવાસી શુભમ શર્મા સાથે લગભગ 4 મહિના પહેલા લવ મેરેજ કર્યા હતા અને લગ્ન બાદથી બંને પરિવારથી અલગ થઈને આશા નગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા.

દીપશિખાના પરિચિતોએ દીપશિખાના આત્મહત્યા કેસની તપાસમાં લાગેલી પોલીસને જણાવ્યું કે તે છેલ્લા 3 દિવસથી સેડ સ્ટેટસ મૂકી રહી હતી, ઘણા મિત્રો અને પરિચિતોએ તેને સેડ સ્ટેટસ મૂકવા વિશે પૂછ્યું પણ દીપશિખાએ કશું કહ્યું નહીં. પોલીસ દીપશિખા અને તેના પતિ શુભમનો મોબાઈલ જપ્ત કરીને આ મામલે તપાસ કરી રહી છે.દીપશિખા ડિપ્રેશનમાં હોવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે એક વર્ષ પહેલા દીપશિખાના મોટા ભાઈ પીયૂષે પણ વ્યાજખોરોથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી હતી.

તેના પિતાનું ઘણા સમય પહેલા અવસાન થયું છે અને માતા એકલી રહે છે. શાહુકારો દ્વારા માતાને હેરાન કરવાનો મામલો પણ સામે આવ્યો છે. બીજી તરફ દીપશિખાના પરિવારજનોએ તેના સાસરિયાઓ પર દહેજ માટે હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. હાલ પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે અને દીપશિખાના આપઘાતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.આ કિસ્સો મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાંથી સામે આવ્યો છે. ઘટનાસ્થળેથી પોલિસને કોઈ સુસાઈડ નોટ મળી ન હોવાથી મામલો ખૂબ જ જટિલ બની ગયો છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારના સભ્યોના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતક દીપશિખા મહેંદી આર્ટિસ્ટ હતી. કામ દરમિયાન તેની ઓળખ સરાફામાં કાફે સંભાળતા શુભમ શર્મા સાથે થઈ હતી. આ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા અને તે બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. શુભમ મૂળ ગ્વાલિયરના મુરાર વિસ્તારનો છે. તે છેલ્લા ઘણા સમયથી ઈન્દોરમાં પરિવારથી અલગ રહેતો હતો.

Shah Jina