પરિણીત મહિલાનું એક સાથે હતું ઘણા પુરુષો સાથે અફેર, બોયફ્રેન્ડને આવ્યો ગુસ્સો અને…

પરિણીત યુવતીને અનેક પુરુષો સાથે હતા આડા સંબંધો, પ્રેમીને જાણ થતાં જ પાડી દીધો ‘ખેલ’

દિલ્હીમાં એક બનાવ સામે આવ્યો છે. 32 વર્ષિય પરિણીત મહિલાનું ગળુ કાપીને હત્યા નિપજાવવામાં આવી છે. પોલીસે આ મામલાનો ગણતરીના કલાકોમાં જ ઉકેલ લાવી દીધો હતો. આ મામલમાં આ પરિણિત મહિલાના અનેક પુરૂષો સાથે આડા સંબંધ હોવાનું તપાસમાં ખુલ્યુ છે. દિલ્હીના કિશનગઢ વિસ્તારમાં રહેતી 32 વર્ષની પરિણીત મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. હત્યા થઇ તે સમયે આ મહિલાનો પતિ બહાર હતો અને ઘરમાં તેના ચાર મિત્રો હાજર હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાને પહેલા ગળું દબાવીને મારવાની કોશિશ કર્યા બાદ ચપ્પા વડે તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. મહિલા પોતાના પતિ સાથે રહેતી હતી અને આ મહિલાના પતિના મિત્ર સાથે સંબંધ હતો. જો કે, આ અંગે પ્રેમીને જાણ થઇ હતી કે આ મહિલાના અનેક પુરૂષો સાથે આડા સંબંધ છે, તો તેને આ વાત પસંદ ન આવી.

હત્યારાઓએ પત્નીના આડા સંબંધની વાત તેના પતિને કરી હતી. જો કે, પારિવારીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેણે કોઇ પગલું ભર્યુ નહિ. તે બાદ આરોપીએ તેની હત્યાનું કાવતરુ ઘડ્યું. આરોપીએ પોતાના મિત્રો સાથે મળીને મહિલાની હત્યા નિપજાવી.

આરોપીએ આ ઘટનાને લૂંટમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તેણે જ આ સમગ્ર ઘટનાની જાણકારી પોલિસને આપી હતી.

Shah Jina