બોલીવુડના સેલેબ્રિટીઓની જેમ ટીવીના પત્રકારો પણ ઘણા જ પ્રખ્યાત છે. ઘણા એવા પત્રકારો પણ છે જેમને કોઈ ઓળખાણની જરૂર નથી પડતી. તેમના શો ટાઈમમાં દર્શકો તેમની રાહ જોઈને બેઠા હોય છે. પરંતુ આપણે બસ તેમને ટીવી ઉપર જ નિહાળીએ છીએ, તેમના અંગત જીવન વિશે આપણને કઈ ખાસ ખબર નથી હોતી. આજે અમે તમને પ્રખ્યાત 7 પત્રકારોની પત્નીઓ વિશે જણાવીશું.

1. દિપક ચોરાસીયાની પત્ની:
પત્રકાર દિપક ચોરાસીયા પત્રકારમાં એક આગવું નામ ધરાવે છે. તેમની પત્નીનું નામ છે અનસૂયા રોય. તે પણ પત્રકારિતા સાથે જોડાયેલી છે અને એનડીટીવીમાં પણ કામ કરી ચુકી છે.

2. રજત શર્માની પત્ની:
રજત શર્માને પણ કોઈ ઓળખાણની જરૂર નથી. તે ઈન્ડિયા ટીવીના સંપાદક અને પત્રકાર છે. તેમની પત્ની રીતુ ધવન ઈન્ડિયા ટીવીની મેનેજીંગ ડાયરેક્ટર અને સીઈઓ છે.

3. રાહુલ કંવલની પત્ની:
ઇન્ડિયા ટુડે ગ્રુપના રાહુલ કંવલની પત્નીનું નામ છે અસલિન ધનોટા. તે કમ્યુનિકેશન ઓફ યુએન નામની સંસ્થા સાથે કામ કરે છે.

4. રાજદીપ સરદેસાઈની પત્ની:
રાજદીપ પત્રકારીત્વનું એક મોટું નામ છે. તેમની પત્ની સાગરિકા ઘોષ પણ તેમની જેમ જ એક નામી પત્રકાર છે.

5. અરનવ ગૌસ્વામીની પત્ની:
અરનવ ગૌસ્વામીની પત્નીનું નામ સંયબ્રાત રે ગોસ્વામી છે. તે પણ મીડિયા સાથે જોડાયેલી છે. તે રી-પબ્લિક ટીવીની કો-ઓનર છે.

6. સુધીર ચૌધરીની પત્ની:
ઝી ન્યૂઝના સંપાદક અને એન્કર સુધીર ચૌધરીની પત્નીનું નામ નીતિ ચૌધરી છે. તે ત્યારે ચર્ચામાં આવી હતી જયારે નવીન જિંદલ મામલામાં સુધીર ચૌધરી જેલમાં બંધ હતો. નીતિએ સુધીરને છોડાવવા માટે કેન્ડલ માર્ચનું પણ આયોજન કર્યું હતું.

7. રવીશ કુમારની પત્ની:
અવાર નવાર ચર્ચામાં રહેતા એનડીટીવીના પત્રકાર રવીશ કુમારની પત્નીનું નામ નયના દાસ ગુપ્તા છે. તે દિલ્હી વિશ્વવિદ્યાલયના પ્રતિષ્ઠિત કોલેજ લેડી શ્રી રામમાં ઇતિહાસ ભણાવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.