મનોરંજન

બોલીવુડના આ 5 કોરિયોગ્રાફરની પત્ની સક્સેસ અને ટેલેન્ટને મામલે કોઈથી કમ નથી, એકની પત્ની તો છે મોડેલ

ખુબ જ નસીબદાર છે આ 5 કોરિયોગ્રાફર કે ભરપૂર ટેલેન્ટ વાળી પત્ની મળી…સુંદરતા તો ગજબની છે

ફિલ્મમાં ગીતોનું બહુ જ મોટું યોગદાન છે. આ ગીતને સફળ બનાવવા માટે હોય છે સારા ડાન્સના સ્ટેપ. આ સારા ડાન્સ પાછળ કોરિયોગ્રાફર પણ હોય છે.આ કોઈ કોરિયોગ્રાફર ફેમસ થઇ જાય છે તો ઘણા કોરિયોગ્રાફર ખોવાઈ જાય છે. ઘણા એવા કોરિયોગ્રાફર છે જેને ફિલ્મમાં સારા ગીત આપીને તેની જગ્યા બનાવી લીધી છે. આજે લોકોને ઘણા કોરિયોગ્રાફરની કોરિયોગ્રાફી એટલી પસંદ છે. પરંતુ શું તમે જાણો છો કે, આ કોરિયોગ્રાફરની પત્ની પણ બહુજ ટેલેન્ટેડ છે.
આવો જાણીએ કોરિયોગ્રાફરની પત્ની વિષે.

ગણેશ હેગડે

 

View this post on Instagram

 

A post shared by Ganesh Hegde (@ganeshhhegde) on

શાયરાએ અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ જેમ કે રેમન્ડ, નેશનલ જિયોગ્રાફિક અને ઘણા વધુ માટે પણ મોડેલિંગ કર્યું છે.ગણેશ હરીશ હેગડે એક બૉલીવુડ કોરિયોગ્રાફર છે. ગણેશે ઓસ્કારમાં ગયેલી ફિલ્મ ‘લગાન’ માટે કોરિયોગ્રાફી કરી હતી. આ બાદ તેને રિયાલિટી શોમાં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું. ગણેશ હેગડેએ 5 જૂન 2011માં મુંબઈમાં 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહેલી તેની ગર્લફ્રેન્ડ સુનયના શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. સુનયના એક સ્ટાઈલિશ અને ડિઝાઈનર છે. ગણેશ હેગડેના કપડાં ડિઝાઈન પણ સુનયના કરે છે.

ગણેશ આચાર્ય

 

View this post on Instagram

 

A post shared by Ganesh Acharya (@ganeshacharyaa) on

ગણેશ આચાર્ય એક ફેમસ કોરિયોગ્રાફર અને એકટર છે. તેની પત્નીની નામ વિધિ આચાર્ય છે. વિધિએ ફિલ્મ ‘હે બ્રો’થી કોરિયોગ્રાફર તરીકે ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મને આજુ ચંદોકને નિર્દેશીત કર્યું હતું. ગણેશ આચાર્ય 90ના દાયકાથી લઈને અત્યાર સુધી ઘણા બૉલીવુડ ગીતની કોરિયોગ્રાફી કરી ચુકી છે. ગણેશે ‘બાજીરાવ મસ્તાની’ માં ‘મલ્હારી’ અને ફિલ્મ ‘પદ્માવત’ માં ‘ ખલી બલી’ ગીત પર કોરિયોગ્રાફી કર્યું હતું. આ સિવાય તેને 61માં ફિલ્મફેર એવોર્ડ માટે ફિલ્મ’બાજીરાવ મસ્તાની’ માં ‘મલ્હારી’ માટે સર્વશ્રેષ્ઠ કોરિયોગ્રાફર પુરસ્કાર માટે નોમિનેટ કર્યા હતા.

મુદસ્સર ખાન

 

View this post on Instagram

 

A post shared by Mudassar Khan (@beingmudassarkhan) on

મુદસ્સર ખાન અત્યાર સુધી ‘જય હો’ અને ‘બોડીગાર્ડ’જેવી ફિલ્મો માટે કોરિયોગ્રાફી કરી હતી. મુદસ્સર ખાનની પત્નીનું નામ અભિશ્રી સેન છે. તે પણ એક કોરિયોગ્રાફર છે.

અહમદ ખાન

 

View this post on Instagram

 

A post shared by Team Ahmed Khan (@khan_ahmedasas) on

અહમદ ખાને તેના કરિયરની શરૂઆત કોરિયોગ્રાફીઠગી નહીં પરંતુ મી.ઇન્ડિયામાં બાળ કલાકાર તરીકે કરી હતી. આજે અહમદ ખાન જાણીતા કોરિયોગ્રાફર તેમજ નિર્માતા, અભિનેતા, દિગ્દર્શક અને લેખક છે. અહેમદ ખાનની પત્ની શાયરા ખાન એક મોડેલ છે તેને એક પ્રોડક્શન કંપની Paperdoll Entertainment છે. આ પ્રોડક્શન હાઉસ હેઠળ પાઠશાળા અને પહેલી લીલા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહેમદ ખાને ફિલ્મફેર, IIFA, સ્ક્રીન અને કિક માટેના AIBA એવોર્ડ સહિતના અનેક એવોર્ડ જીત્યા છે. શાયરાએ મલ્હાર નામના જુનિયર કોલેજ ફેસ્ટિવલમાં ‘સોફિયા કવિન’ અને ‘મિસ મુંબઈ’ જેવા એવોર્ડ જીત્યા છે. આ બાદ તેને મોડેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. શાયરાએ અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ જેમ કે રેમન્ડ, નેશનલ જિયોગ્રાફિક અને બીજી ઘણી બ્રાન્ડ માટે પણ મોડેલિંગ કર્યું છે.

રેમો ડિસોઝા

 

View this post on Instagram

 

A post shared by Remo Dsouza (@remodsouza) on

રેમા ડિસોઝાએ તેના કરિયરનું શરૂઆત બૈકગ્રાઉન્ડ ડાન્સરથી કરી હતી. આજે રેમો જાણીતો કોરિયોગ્રાફર અને નિર્દેશક છે. રેમોએ મુંબઈની લિઝેલ સાથે લગ્ન કર્યા છે. લિઝેલ એક ડિઝાઈનર છે. જેને ઘણા ટેલિવિઝન શો માટે ફેશન ડિઝાઇનિંગ કર્યું છે. રેમોને 2 પુત્રો છે ધ્રુવ અને ગ્રેબિયલ. લિઝેલે રેમો માટે ઘણા જુતા અને કપડાં ડિઝાઇન કર્યા છે.