અભિનેત્રીઓને પણ ઝાંખી પાડી દે તેવી છે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓની પત્નીઓ અને પ્રેમિકાઓ, જુઓ તેમની તસવીરો

IPlમાં આ વર્ષે ગજબનો રોમાંચ જોવા મળ્યો. પહેલી જ વાર IPLમાં પ્રવેશેલી ગુજરાત ટાઇટન્સની ટીમે જીતના ઝંડા રોપી દીધા અને આઇપીએલની ધુંઆધાર ટીમોને પછાડીને છેક ફાઇનલ સુધીની સફર ખેડી. ત્યારે હવે સોશિયલ મીડિયામાં પણ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓની ચર્ચાઓ જોર શોરથી ચાલતી જોવા મળી રહી છે. આજે અમે તમને ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓની પત્નીઓ અને પ્રેમિકાઓ વિશે જણાવીશું જેની સુંદરતા જોઈને કોઈ પણ આભા રહી જાય.

1. રાહુલ તેવટિયા:
રાહુલ નામ તો સાંભળ્યું જ હશે અને આઈપીએલમાં આ ખેલાડીનું કામ પણ તમે જોઈ લીધું છે. હારના મુખમાંથી મેચ બહાર કાઢીને જીતાડનારા આ ખેલાડીની પત્નીની સુંદરતા જોઈને કોઈ પણ ક્લીન બોલ્ડ થઇ જાય, રાહુલની પત્નીનું નામ રિદ્ધિ પન્નુ. રાહુલ તેવટિયાએ 29 નવેમ્બર 2021ના રોજ રિદ્ધિ સાથે લગ્ન કર્યા હતા. રિદ્ધિ દેખાવમાં ખુબ જ સુંદર છે.

2. રિદ્ધિમાન સાહા: 
સતત ફોર્મમાં ચાલી રહેલા ગુજરાત ટાઇટન્સના ઓપનર અને વિકેટકીપર રિદ્ધિમાન સાહાની પત્ની રોમી સાહા પણ સુંદરતામાં મોટી મોટી અભિનેત્રીઓને મ્હાત આપે છે. સાહા અને રોમીની પહેલી મુલાકાત 2007માં સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઓરકુટ પર થઈ હતી. સાહાએ ઓરકુટ પર રોમીની ડીપી જોઈ હતી અને તેને જોતાની સાથે જ તે તેના પર ફિદા થઇ ગયો હતો.રિદ્ધિમાન સાહાએ વર્ષ 2011માં રોમી સાથે તેના પરિવારના સભ્યોની સંમતિથી લગ્ન કર્યા હતા.

3 હાર્દિક પંડ્યા:
ગુજરાત ટાઇટન્સ ટીમના કપ્તાન હાર્દિક પંડ્યાની પ્રેમ કહાની તો જગ જાહેર છે. ગુજરાતની ટીમને ફાઇનલ સુધી પહોંચાડનારા હાર્દિક પંડ્યાની સાથે તેની પત્ની નતાશા પણ મેદાનમાં હાજર રહીને તેનો ઉત્સાહ વધારતી રહી છે. નતાશા અભિનેત્રી છે અને તે દેખાવમાં ખુબ જ સુંદર છે. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતી રહે છે.

4. વિજય શંકર:
ટિમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરને આ વર્ષે ગુજરાત ટાઇટન્સે 1.40 કરોડમાં ખરીદ્યો હતો. વિજય શંકરે વૈશાલી વિશ્વેશ્વર સાથે પ્રેમ લગ્ન કર્યા છે. તેને જાન્યુઆરી 2021માં વૈશાલી સાથે લગ્નના ફેરા ફર્યા હતા. વૈશાલી દેખાવમાં ખુબ જ સુંદર છે. વૈશાલી ચેન્નાઈમાં એક પાર્ટ ટાઈમ શિક્ષિકા તરીકે કામ કરતી હતી.

5. લોકી ફર્ગ્યુસન:
ગુજરાત ટાઇટન્સ અને ન્યુઝીલેન્ડના ધાકડ બોલર લોકી ફર્ગ્યુસનની પ્રેમિકાની સુંદરતાનો પણ કોઈ જવાબ નથી. લોકીની ગર્લફ્રેન્ડનું નામ કેટ હુક છે. લોકી અને કેટની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે, આ કપલે હજુ લગ્ન નથી કર્યા પરંતુ તેમના સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલી તેમની રોમાન્ટિક તસવીરોના કારણે તે હંમેશા છવાયેલા રહે છે.

Niraj Patel