ખબર

ગ્રીષ્માનું ગળું ચીરાતું હતું એ સમયે જોનારા લોકોએ કર્યો મોટો ખુલાસો

હાલ સમગ્ર રાજયમાં જો કોઇ વિષય પર ચર્ચા થઇ રહી હોય તો તે છે સુરતનો ગ્રીષ્મા વેકરિયા કેસ… સુરતમાં ખુલ્લેઆમ ગ્રીષ્મા વેકરિયા નામની એક યુવતિની ફેનિલ ગોયાણી દ્વારા ગળુ કાપી હત્યા કરી નાખવામાં આવી હતી અને તે બાદથી આ કેસ સતત ચર્ચામાં છે. આ કેસના પડઘા સમગ્ર રાજય સહિત દેશભરમાં ગુંજી રહ્યા છે. આ ઘટના બાદ પોલિસે ખૂબ જ ઝડપી તપાસ હાથ ધરી હતી અને આરોપી ફેનિલની ધરપકડ કરી કોર્ટ પાસેથી તેના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપી ફેનિલ સામે સોમવારે એટલે કે ગઇકાલના રોજ માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મૂળ અને કુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હતી. જેમાં 25 નજરે જોનારા સાક્ષી છે.

સ્ટેટમેન્ટ અનુસાર, જયારે આ ઘટના બની ત્યારે ફેનિલના હાથમાં ચપ્પુ હોવાને કારણે તેઓ ફેનિલ પાસે ગયા ન હતા. સાક્ષીઓમાંથી કેટલાકને તો એવી બીક હતી કે જો તેઓ ફેનીલ પાસે ગયા તો તે ગ્રીષ્માને ચપ્પુ મારી દેશેે. પોલીસે પહેલીવાર તમામ 170 સાક્ષીઓના ઘરે જઇને તેમના સ્ટેટમેન્ટ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, હવે આ સપ્તાહથી કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ શકે છે અને ચુકાદો પણ ખૂબ જ ઝડપી આવે એવી ચર્ચા થઇ રહી છે.

પોલીસે ઘટનાના પુરાવા એકત્ર કરીને હત્યારાની ધરપકડના ગણતરીના દિવસમાં જ 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી. સરકારી વકીલ નયન સુખડવાલાના હસ્તે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. જેમાં 190 સાક્ષી અને 27 પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે.નોંધનીય છે કે, મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સમગ્ર કેસ-કાયદાકીય પ્રોસેસ પર નજર રાખી રહ્યા છે. મરનાર યુવતીના પરિજનો પણ ઇચ્છે કે તેઓ આ કેસ લડે.

જણાવી દઇએ કે, પહેલીવાર એવું બન્યુ છે કે, જયારે કોઇ હત્યાના કેસમાં આરોપીની ધરપકડના 5-6 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય. સો.મીડિયામાં હત્યાનો વીડિયો પણ વાયરલ થયો હતો ત્યારે એક સવાલ એ પણ ખૂબ ચર્ચામાં હતો કે શા માટે કોઇ ગ્રીષ્માને બચાવવા ગયું નહિ ? આ કેસમાં પોલીસે પાસના કાર્યકર્તા કરૂણેશ રાણપરિયાની પણ પૂછપરછ કરી, કે જે ગ્રીષ્માના ઘરથી થોડા અંતરે જ રહે છે. પાસના કાર્યકર્તાનો સંબંધી ગ્રીષ્મા કેસના આરોપી ફેનિલ ગોયાણીનો મિત્ર છે. એક ગ્રુપ ફોટો ફરતો થયો હતો જેમાં કરૂણેશ સાથે ફેનિલ પણ દેખાતો હતો. જેના કારણે ફેનિલ કરૂણેશ સાથે સંકળાયેલો હોવાનો મેસેજ સમાજમાં વહેતો થયો હતો.