ઠંડીની સીઝનમાં ઇમ્યુનીટી વધારવા માટે જરૂર ખાવા જોઈએ આ ફળ, ભરપૂર માત્રામાં હોય છે અનેક વિટામિન્સ…

ઇમ્યુનીટી બુસ્ટર ફળ : શિયાળામાં ઇમ્યુનીટી વધારવા વાળા 6 ફળ, ડાયટમાં જરૂર કરો સમાવેશ

શિયાળામાં ફ્લૂ કે ચેપ ફેલાવો સામાન્ય બાબત છે પરંતુ જો રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો વ્યક્તિ બીમાર ન પડે અથવા જો બીમાર પડે તો તે જલ્દીથી સાજો થઈ જાય. આ વખતે કોરોના વાયરસ જેવી જીવલેણ બીમારી આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે તેથી વધુ સતર્ક રહેવાની અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની ખુબ જ જરૂર છે. જો કે દરેક ઋતુમાં ફળોનું સેવન કરવું જોઈએ પરંતુ કેટલાક એવા ફળ છે જે શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. આવા ફળ સામાન્ય શરદી અને કોરોના વાયરસથી બચાવવામાં પણ મદદ કરી શકે છે.

કોઈ પણ બીમારીથી બચવા માટે ઇમ્યુનીટી મજબૂત હોવી ખુબ જ  જરૂરી છે. જો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો તમારું શરીર રોગથી લડવા માટે સક્ષમ બનશે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખાવા પીવાની સાથે ‘વિટામિન C’થી ભરપૂર ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવો જોઈએ. ‘વિટામિન C’ માટે તમે આ ફળોને તમારા રૂટિન ડાયટમાં જરૂર સમાવેશ કરો.

1. નારંગી : ઠંડીની સીઝનમાં તડકામાં બેસીને નારંગી જરૂર ખાવી જોઈએ. નારંગી એક એવું ફળ છે જેમાં ભરપૂર માત્રામાં ‘વિટામિન C’ અને ‘એંટીઓક્સીડેંટ્સ’ હોય છે. નારંગી ખાવાથી ઇમ્યુનીટી મજબૂત થાય છે અને લોહી શુદ્ધ રાખે છે. નારંગીમાં ‘વિટામિન C’ અને ‘ફાઈબર’ સૌથી વધારે હોય છે. નારંગી ખાવાથી ‘વિટામિન D’, ‘કેલ્શિયમ’ અને ‘વિટામિન B’ની કમીને પુરી કરી શકાય છે.

2. જામફળ : જામફળ ખુબ જ સસ્તું અને પૌષ્ટિક ફળ છે. જામફળમાં નારંગીની કરતા પણ વધારે ‘વિટામિન C’ હોય છે જે તમારી ઇમ્યુનીટી વધારવામાં મદદ કરે છે. એક નાના જામફળમાં 200 ગ્રામ પોષક તત્વ રહેલા હોય છે. જામફળમાં કેલેરી ખુબ જ ઓછી માત્રામાં હોય છે જેના લીધે વજન ઓછું કરવામાં મદદ કરે છે. જોકે જામફળને લોકો છાલની સાથે જ ખાતા હોય છે પરંતુ તેનો ભરૂપર ફાયદો લેવા માટે છાલ નીકળીને ખાવું જોઈએ.

3. પપૈયું : પપૈયું બધા સીઝનમાં મળવા વાળું ફળ છે. પપૈયું પાચન માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પપૈયું આપણા પેટને સાફ રાખે છે અને વજન પણ ઓછું કરે છે. પપૈયામાં ‘વિટામિન C’ ખુબ જ માત્રામાં હોય છે જેના લીધે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો હોય છે. લગભગ 1 કપ પપૈયું ખાવાથી તમને ’88 મિલીગ્રામ’ પોષક તત્વ મળે છે.

4. સ્ટ્રોબેરી : સ્ટ્રોબેરી ‘વિટામિન C’નું એક ખુબ જ સરસ સ્ત્રોત માનવામાં આવે છે. સ્ટ્રોબેરીમાં ખુબ વધારે માત્રામાં ‘એંટીઓક્સીડેંટ્સ’ રહેલા હોય છે તેના સિવાય સ્ટ્રોબેરીમાં ‘વિટામિન C’ અને બીજા ઘણા પોષક તત્વોથી ભરેલું ફળ છે. જોકે સીઝનલ ફળ હોવાના કારણે આ ફળ ઓછા મળતા હોય છે. પરંતુ જો તમે 1 કપ સ્ટ્રોબેરી ખાવ છો તો તમને 100 મિલીગ્રામ ‘વિટામિન C’ મળે છે.

5. પાઈનેપલ : પાઈનેપલ તમારી ઇમ્યુનીટી સિસ્ટમ વધારવાની સાથે તમારા હાડકાને પણ મજબૂત બનાવે છે. પાઈનેપલમાં ઘણા જરૂરી ખનીજ અને વિટામિન રહેલા હોય છે. પાઈનેપલમાં ‘મૈગનીઝ’ પણ રહેલું હોય છે જે બીજા બધા ફળોમાં ભાગ્યે જ જોવા મળતું હોય છે. જો તમે એક કપ પાઈનેપલ ખાવ છો તો તમને લગભગ 79 મિલીગ્રામ ‘વિટામિન C’ મળે છે. પાઈનેપલ ખાવાથી વજન પણ ઓછું કરી શકાય છે.

6. કીવી : કીવી ‘વિટામિન C’થી ભરપૂર ફળ છે. જોકે કીવી ખુબ જ મોંઘુ ફળ છે પરંતુ એક કીવી તમને લગભગ 85 મિલીગ્રામ ‘વિટામિન C’ આપે છે. તેના સિવાય કીવીમાં ‘વિટામિન E’ પણ પણ ખુબ જ માત્રામાં હોય છે. એક કીવી બીજા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

Patel Meet