ધાર્મિક-દુનિયા

આ બારીમાંથી થાય છે ભગવાન શ્રીકૃષ્ણના સાક્ષાત દર્શન, અબ્દુલ કલામ જી પણ અહીં કર્યું હતું નમન

ભારત દેશ રહસ્યોથી ભરેલો એક અતુલ્ય દેશ માનવામાં આવે છે, અહીંના લોકોની પાસે વિશ્વાસ નામની એક એવી શક્તિ છે, જે તેઓને બીજાઓથી અલગ બનાવે છે. આપણા દેશના દરેક ધાર્મિક સ્થાન સાથે જોડાયેલી એક એક રહસ્ય અને પૌરાણિક કથા ચોક્કસ હોય છે. આજે પણ અમે તમને એવા જ એક મંદિર સાથે જોડાયેલી હકીકત વિશે જણાવીશું, જેને જાણીને તમે પણ હેરાન રહી જશો.

Image Source

કર્ણાટકના ઉડ્ડપી ગામમાં આજે પણ ભગવાન કૃષ્ણનું એક એવું મંદિર છે, જે પોતાનામાં જ એક રહસ્ય બનેલું છે. લોકોની માન્યતા અનુસાર આ મંદિરમાં બનેલી એક બારી એવી છે, જેની સાથે જોડાયેલી પૌરાણિક કથા દરેક કોઈને વિચલિત કરી શકે છે.

માધવાચાર્યએ આ મંદિરની સ્થાપના કરી હતી, ત્યારે કનક દાસ નામના એક શુદ્ર આ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા, પણ શુદ્ર હોવાને લીધે તેને મંદિરમાં પ્રવેશ ન મળી શક્યો અને ન તો તેની વાતને માધવાચાર્ય સુધી પહોંચાડવામાં આવી.

Image Source

કનકદાસ આ મંદિરના એક નાના એવા કાણા માંથી ભગવાનના દર્શન કરવા લાગ્યા તો, તેની ભક્તિ થી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણ એ તેને સાક્ષાત દર્શન આપ્યા. જે કાણાથી તે ભગવાનના દર્શન કરી રહ્યા હતા, તે સ્થાન પર શ્રીકૃષ્ણની એક સુંદર બારી બનાવી દીધી, જેમાં નવ કાણા નવ ગ્રહોનો ઉલ્લેખ છે.

દરેક કોઈ આ બારીથી ભગવાનના દર્શન કરવા માટે આવે છે, આ મંદિરનું મહત્વ દુનિયાભરમાં એટલું વધારે છે કે, શ્રી અબ્દુલ કલામજી ના સિવાય અહીં ઘણી મોટી હસ્તીઓ દર્શન કરવા માટે આવી ચુકી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks