હાથીને આવી ખંજવાળ તો ગાડીના બોનેટ આગળ આવીને ખંજવાળવા લાગ્યો, પછી ગાડીની થઇ એવી હાલત કે… જુઓ વીડિયો

‘હાથી મેરે સાથી’ એવું કહેવાય છે અને ઘણા લોકો હાથીને પાળતા પણ હોય છે જેના ઘણા વીડિયો પણ સામે આવતા હોય છે જેમાં તે હાથી સાથે મિત્રતા કરી તેની સાથે મજાક મસ્તી પણ કરતા હોય છે. પરંતુ આપણે એવું પણ જાણીએ છીએ કે હાથી જો ગુસ્સે ભરાય તો ખેદાન મેદાન કરી નાખે છે. તમે હાથીના ઘણા ગુસ્સાવાળા વીડિયો પણ જોયા હશે. તો જંગલમાં મુક્ત થઈને ફરતા હાથીઓના પણ ઘણા વીડિયો સામે આવે છે.

તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક હાથી રસ્તાની વચ્ચે પાર્ક કરેલી કાર પર પોતાનો ગુસ્સો કાઢતો જોવા મળે છે. આ દરમિયાન હાથી કારના બોનેટ પર ચઢીને તેને તોડવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ દ્રશ્ય સંભવતઃ કોઈ જંગલ વિસ્તારનું છે, જ્યાં રસ્તો જંગલ વિસ્તારની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે.

ગાડીઓ સામાન્ય રીતે ચાલવા લાગી. એટલામાં એક સિલ્વર કલરની કાર ત્યાંથી પસાર થાય છે અને અચાનક એક હાથી રસ્તા પર આવી જાય છે. તે એકલો હતો, ટોળામાં નહોતો. તેણે કાર સાથે છેડછાડ શરૂ કરી. આ જોઈને પાછળની કારોએ પણ બ્રેક લગાવી દીધી અને સુરક્ષિત અંતર બનાવીને વીડિયો બનાવવાનું શરૂ કર્યું.

આગળ જોઈ શકાય છે કે હાથી ક્યારેક કારના ટાયર પર ચડવાની કોશિશ કરે છે તો ક્યારેક કારના બોનેટ પર ચડવાની કોશિશ કરે છે. કેટલીકવાર તેણે કારના બોનેટ પર બેસવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેના પરાક્રમો જોઈને એવું લાગતું હતું કે જાણે તે સર્કસનો હાથી હોય અથવા તેને પહેલા તાલીમ આપવામાં આવી હોય. જોકે તેની રમતના કારણે કારને ઘણું નુકસાન થયું હતું. ડ્રાઈવરની ધીરજ પણ જવાબ આપવા લાગી અને તેણે કારમાંથી ભાગી જવાનું સારું માન્યું. કારના હલવાની સાથે જ ગજરાજ જંગલ તરફ ચાલ્યો ગયો.

Niraj Patel