રાત્રે પતિ અને પત્ની બેડ ઉપર સુઈ રહ્યા હતા ત્યારે જ પત્નીએ કર્યું એવું ડરામણું કામ કે પતિ ફફડીને બેડમાંથી નીચે પડી ગયો, જુઓ વીડિયો

રાત્રે બેડરૂમમાં બેડ ઉપર ઘસઘસાટ સુઈ રહેલા પતિ સાથે પત્નીએ કર્યું એવું પ્રેન્ક કે પતિનો જીવ તાળવે ચોંટી ગયો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પ્રેન્ક વીડિયો પણ ખુબ જ વાયરલ થતા હોય છે, ઘણા એવા પ્રેન્ક વીડિયો હોય છે જે જોનારાના પણ હોશ ઉડાવી દેતા હોય છે, ત્યારે પતિ પત્ની પણ ક્યારેક એક બીજા સાથે પ્રેન્ક કરતા હોય છે. હાલ એવા જ એક પ્રેન્કનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ખુબ જ ડરામણો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાત્રે પત્ની તેના પતિ સાથે બેડ ઉપર સુઈ જાય છે. જેના બાદ તે રાત્રે જાગીને કંઈક કરે છે, જેનાથી તેના પતિનો જીવ તાળવે ચોંટી જાય છે. જો કે, પછી જે થાય છે તે ખૂબ જ રમુજી છે. આ વીડિયો જોયા પછી તમે ચોક્કસ હસી હસીને લોટપોટ થઇ જશો. વીડિયોમાં જોઈ શકાય છે કે પતિ ચાદર ઓઢીને ખૂબ જ આરામથી સૂઈ રહ્યો છે. પછી અચાનક પત્ની ઉભી થાય છે.

જેના બાદ પત્નીને ના જાણે શું સૂઝે છે કે તે તેના પતિને ડરાવવા માટે એક ભયાનક પગલું લે છે. તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ પત્ની બેડની ઉપર ટેબલ મૂકે છે. અને તે તેના પર એવી રીતે સૂઈ જાય છે કે જાણે તે હવામાં લટકતી હોય. આ પછી તે પોતાના ઉપર ચાદર પઢી લે છે જેના કારણે ટેબલ દેખાતું નથી. જો તમે હોરર મૂવીઝ જોઈ હોય તો તેમાં પણ તમને આવા જ કેટલાક દ્રશ્યો જોવા મળશે. આ પછી તે તેના પતિને હાથ સ્પર્શ કરીને જગાડે છે.

જ્યારે પતિ જાગ્યો તો પત્નીને આ રીતે જોઈને તેની હાલત ખરાબ થઈ ગઈ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પતિ એટલો ડરી જાય છે કે તે બેડ પરથી નીચે પડી જાય છે. જોકે, થોડી જ વારમાં પત્નીએ ચાદર હટાવીને આખું રહસ્ય ખોલી નાખ્યું. આ જોઈને પતિ ચોંકી જાય છે. આ વીડિયોને maquiagemmxl નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે તેને અત્યાર સુધીમાં કરોડો વ્યૂઝ મળી ચૂક્યા છે.

Niraj Patel